ભગવાન મહાવીર કોલેજ લવ જેહાદ પ્રકરણમાં વિધર્મી યુવકનો કબૂલાત કરતો નવો વીડિયો સામે આવ્યો

સુરત,તા.24 નવેમ્બર 2022,ગુરૂવાર 

ભગવાન મહાવીર કોલેજના લવ જેહાદ પ્રકરણમાં વિધર્મી યુવકનો કબૂલાત કરતો નવો વીડિયો સામે આવ્યો છે. વિધર્મી યુવક હિન્દુ યુવતીને પ્રેમજાળ ફસાવ્યા બાદ બિભત્સ વીડિયો બનાવી બ્લેકમેલ કરતો હતો. વિધર્મી યુવક ભેસ્તાનનો રહેવાસી અને પોતાનું નામ જીત બતાવતો હતો. જોકે હજુ સુધી આ અંગે પોલીસ ફરિયાદ થઈ નથી. 

વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ વિધર્મી યુવાને છેડતી મુદ્દે ઢોર માર મારવામાં આવ્યાની ઘટના બાદ વિધર્મી યુવકનો કબૂલાતનો વીડિયો સામે આવ્યો છે. જેમાં  VHPના કાર્યકર્તાઓ યુવકને પ્રશ્નો પૂછી રહ્યા છે અને જેના જવાબમાં તે કહે છે કે તે યુવતીને પ્રેમજાળમાં ફસાવી ૦y૦ હોટલમાં લઈ જતો હતો. જ્યાં તેના બીભત્સ ફોટો પાડી લેતો હતો. અત્યાર સુધી ત્રણ યુવતીને ફસાવી હોવાની કબૂલાત કરી હતી.

છેલ્લા ઘણા સમયથી આ યુવક હિન્દુ ધર્મની યુવતીની છેડતી કરી રહ્યો હોવાના આરોપોની જાણ બાદ VHPના કાર્યકર્તાઓએ કોલેજ પર પહોંચીને વિધર્મી યુવાનને ઢોર માર મારી કોલેજથી બહાર કાઢ્યો હતો. આ સમગ્ર મામલે હજુ સુધી પોલીસ ફરિયાદ થઈ નથી. જો કે આ અંગે VHPના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ દિનેશ નાવડીયાએ કહ્યું હતું કે,બે દિવસ સુધી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ રેકી કરી હતી અને બે દિવસની રેકી પછી લવ જેહાદ માટે મોટું ષડયંત્ર આ કોલેજમાં ચાલી રહ્યું હોવાની જાણ થઈ હતી. આ બાબતને ધ્યાનમાં રાખીને જે લોકો આ લવ જેહાદ પ્રેરણા આપી રહ્યા છે તેમની સામે કાર્યવાહી કરી હતી તેમજ દીકરીઓના સેલ્ફ ડિફેન્સ માટે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ આ કાર્યવાહી કરી છે.

City News

Sports

RECENT NEWS