mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

સુરત: કોસાડની મહિલા બ્રેઈનડેડ જાહેર થયા બાદ હૃદય, ફેફસાં, કિડની, લીવર અને આંખનું દાન કરી અન્ય વ્યક્તિને નવજીવન આપ્યું

Updated: Oct 1st, 2020

સુરત: કોસાડની મહિલા બ્રેઈનડેડ જાહેર થયા બાદ હૃદય, ફેફસાં, કિડની, લીવર અને આંખનું દાન કરી અન્ય વ્યક્તિને નવજીવન આપ્યું 1 - image


સુરત, તા. 1 ઓક્ટોબર 2020 ગુરૂવાર

કોસાડમાં રહેતા કોળી પટેલ સમાજના બ્રેનડેડ ઇલાબેન પટેલના પરિવારે તેમનાં હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી હતી, જ્યારે સુરતથી ચેન્નાઈનું 1610 કિ.મીનું અંતર 180 મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ દિલ્હીની 15 વર્ષીય વિદ્યાર્થીનીમાં ચેન્નાઈની હોસ્પીટલમાં તેમજ ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈની 61 વર્ષીય મહિલામાં ચેન્નાઈની એપોલો હોસ્પીટલમાં કરવામાં આવ્યું હતું.

સુરત: કોસાડની મહિલા બ્રેઈનડેડ જાહેર થયા બાદ હૃદય, ફેફસાં, કિડની, લીવર અને આંખનું દાન કરી અન્ય વ્યક્તિને નવજીવન આપ્યું 2 - image

કોસાડ ગામમાં કોસાડ બસ સ્ટેન્ડ પાસે જુના કોળીવાડમાં રહેતા 41 વર્ષીય ઇલાબેન નીતિનભાઈ પટેલના પતિનું અવસાન થયું હતું. તેમને સંતાનમાં બે પુત્રો છે. ગત તારીખ 27મીએ રાત્રે ઇલાબેનને ચક્કર તેમજ ખેંચ આવતા તેઓ બેભાન થઇ ગયા હતા. 

પરિવારજનોએ તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પીટલમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. તેમનું સિટી સ્કેન કરાવતાં મગજની નસ ફાટી જવાથી લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું તેમજ મગજમાં સોજો હોવાનું નિદાન થયું હતું. ગઈ તા. 29મીએ ડોક્ટરની ટીમે ઇલાબેનને બ્રેનડેડ જાહેર કર્યા હતા.

સુરત: કોસાડની મહિલા બ્રેઈનડેડ જાહેર થયા બાદ હૃદય, ફેફસાં, કિડની, લીવર અને આંખનું દાન કરી અન્ય વ્યક્તિને નવજીવન આપ્યું 3 - image

આ અંગે ડોનેટ લાઈફના પ્રમુખ નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કર્યો હતો બાદમાં ડોનેટ લાઈફ ટીમ અંગદાનની પ્રક્રિયા સમજવા હોસ્પિટલ ખાતે જઈને તેમના પરિવારજનોને અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.

ચેન્નાઈની હોસ્પીટલના ડોક્ટરોની ટીમે સુરત આવી હૃદય અને ફેફસાનું દાન સ્વીકાર્યું હતું. બાદમાં કિડની અને લિવરનું દાન અમદાવાદની ઇન્સ્ટિટયૂટ ઓફ કિડની ડિસીસ એન્ડ રિસર્ચ સેન્ટર ના ડોક્ટરો તેમની ટીમે આવી સ્વીકાર્યું હતું અને ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકના સ્વીકાર્યું હતું.

સુરત: કોસાડની મહિલા બ્રેઈનડેડ જાહેર થયા બાદ હૃદય, ફેફસાં, કિડની, લીવર અને આંખનું દાન કરી અન્ય વ્યક્તિને નવજીવન આપ્યું 4 - image

સુરતની ખાનગી હોસ્પિટલથી ચેન્નાઈની ખાનગી હોસ્પિટલ સુધીનું 1610 કિ.મીનું અંતર 180 મીનીટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ચેન્નાઈની હોસ્પિટલમાં દિલ્હીની 15 વર્ષીય વિદ્યાર્થીનીમાં ડોક્ટરો અને તેમની ટીમ દ્વારા ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ ચેન્નાઈની ખાનગી હોસ્પિટલમાં મુંબઈની 61 વર્ષીય મહિલામાં ડોક્ટરો અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

સુરત: કોસાડની મહિલા બ્રેઈનડેડ જાહેર થયા બાદ હૃદય, ફેફસાં, કિડની, લીવર અને આંખનું દાન કરી અન્ય વ્યક્તિને નવજીવન આપ્યું 5 - image

દાનમાં મેળવવામાં આવેલી બન્ને કિડની પૈકી એક બન્ને કિડની પૈકી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના 18 વર્ષીય યુવકમાં અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ આણંદની 18 વર્ષીય યુવતીમાં જ્યારે લિવરનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના 54 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની ઇન્સ્ટિટયૂટ ઓફ કિડની ડિસીસ એન્ડ રિસર્ચ સેન્ટર ડોક્ટરોએ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

સુરત: કોસાડની મહિલા બ્રેઈનડેડ જાહેર થયા બાદ હૃદય, ફેફસાં, કિડની, લીવર અને આંખનું દાન કરી અન્ય વ્યક્તિને નવજીવન આપ્યું 6 - image

સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા 369 કિડની, 150 લીવર, 7 પેન્ક્રીઆસ, 28 હૃદય, 6 ફેફસાં અને 272 ચક્ષુઓ કુલ 832 અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને 766 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

Gujarat