સુરત સિવિલમાં અને સ્મીમેરમા કોરોના સંક્રમિતમા 702 દર્દીઓ ગંભીર
સુરત, તા. 25 જુલાઈ. 2020 શનિવાર
સુરતમાં કોરોના બેકાબૂ બની રહ્યો હોવાથી કેસ વધી રહ્યા છે અને મૃત્યુઆંકમા પણ વધારો થઈ રહ્યો છે સુરત શહેરમાં અત્યાર સુધીમાં કોરોનામા 439 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા.
આવા સંજોગોના લીધે ગંભીર હાલતના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં વોર્ડમાં આજ રોજ 588 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે તે પૈકી 542 દર્દીઓની હાલત ગંભીર છે જેમાં 22- વેન્ટિલેટર, 45- બાઈપેપ અને 475 દર્દીઓ ઓક્સિજન પર છે.
જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં આજ રોજ 196 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે તે પૈકી 160- દર્દીઓની હાલત ગંભીર છે જેમાં 12 વેન્ટિલેટર, 12- બાઈપેપ અને 136 દર્દીઓ ઓક્સિજન પર છે જેથી બંને હોસ્પિટલ ડોક્ટરો અને નર્સીંગ સ્ટાફ સહિતની ટીમ રાતદિવસ ખડે પગે દર્દીઓની સારવાર આપી રહ્યા છે.