Get The App

સુરતમાં વધુ 293 લોકોને કોરોના, 12ના મોતઃ 259ને રજા અપાઇ

કુલ કેસ 12,819, મૃત્યુઆંક 565ઃ કુલ 8641 દર્દી સાજા થયા છેઃ રાંદેરમાં બીજા 35, અઠવામાં ૩૨, વરાછા-એ ઝોનમાં ૨૮ કેસ

Updated: Jul 28th, 2020

GS TEAM

Google News
Google News

સુરત તા.28.જુલાઉ.2020.મંગળવાર

સુરત શહેરમાં કોરોનામાં આજે એક સાથે 199  અને સુરત જીલ્લામાં 94 મળી કુલ  293 દર્દીઓ  ઝપેટમાં આવ્યા હતા.  સુરત સિટીમાં 7 દર્દી અને સુરત ગ્રામ્યમાં પાંચ મળી કુલ 12 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે.  તો  શહેરમાંથી વધુ 183  અને ગ્રામ્યમાં 76 દર્દી મળીને કુલ  259 દર્દીઓને રજા આપી દેવાઇ છે. 

આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ વરાછા બી ઝોનમાં બે દર્દી, રાંદેર ઝોનમાં બે દર્દી, લિંબાયતના એકદર્દી, ઉધનામાં એક દર્ર્ર્દી અને વરાછા એના એક દર્દીના વારા ફરતી સારવાર દરમિયાન મોત થયા હતા. જયારે સુરત જીલ્લામાં કામરેજના ત્રણ, સચીના દર્દી અને માંડવીના એક દર્દીના મોત થયા હતા.સુરત સિટીમાં કોરોનામાં આજે 199 દર્દીઓમાં સૌથી વધુ રાંદેર 35, અઠવાના 32, ઉધના 29, વરાછા એના 28, કતારગામ 23  સહિતના  દર્દીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે. સુરત શહેરમાં આજ દિન સુધીમા 10333 પોઝિટીવ કેસમાં 468નાં મોત થયા છે. જયારે સુરત જીલ્લામાં આજ દિન સુધી 2486 પૈકી 97 વ્યકિતનાં મોત થયા છે. સુરત શહેર- જીલ્લામાં  કુલ 12819 કેસમાં 565ના મોત થયા છે. સુરત શહેરમાં આજ રોજ વધુ કોરોના સંક્રમિત 183 દર્દીઓને રજા અપાતા કુલ 7021 દર્દી સાજા થયા છે. જ્યારે ગ્રામ્યમાં  76 દર્દીને રજા અપાતા કુલ 1620 દર્દીને રજા અપાઇ ચુકી છે.

સુરત સિવિલમાં અને સ્મીમેરમા કોરોના સંક્રમિતમા ૬૫૪ દર્દીઓ ગંભીર

સુરત શહેરમાં અત્યાર સુધીમાં કોરોનામા ૪૬૨ વ્યક્તિઓના મોત નિપજ્યા છે.નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં વોર્ડમાં આજ રોજ ૫૧૦ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી ૪૪૮દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં ૧૦- વેન્ટિલેટર, ૬૮- બાઈપેપ અને ૩૭૦ દર્દીઓ ઓક્સિજન પર છે.જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં આજ રોજ ૨૩૩ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે તે પૈકી ૨૦૫- દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં ૧૩ વેન્ટિલેટર, ૨૩- બાઈપેપ અને ૧૬૯ દર્દીઓ ઓક્સિજન પર છે.

 સિવિલના બે ડોકટર,સ્મીમેરના ડોકટર , નર્સ, મ્યુનિ.ના બે ડોકટર અને ૭ કર્મચારીને કોરોના

કોરોના સંક્રમિતમાં નવી સિવિલ હોસ્પિટલમાં વધુ બે ડોકટર,સ્મીમેર હોસ્પિટલના ડોકટર,સ્ટાફ નર્સ,મેડીકલ વિદ્યાર્થી, ખાનગી હોસ્પિટલના આયા,માંગરોળ આરોગ્ય કેન્દ્રના કર્મચારી,ઓલપાડ હેલ્થ સેન્ટરના ફાર્માસીસ્ટ,પાલિકાના લિંબાયત ઝોનના સફાઇકામદાર,પાલિકાના મસ્કતિ હોસ્પિટનના ડોકટર,સેન્ટ્રલ ઝોનના મેડીકલ ઓફિસર,સાઉથ ઝોનના એસ.એસ.આઇ,પાલિકાના કલાર્ક,પાલિાકા ભેસ્તાનના એસ.આઇ,હેર કટીંગના દુકાનદાર,મોબાઇલ  દુકાનદાર,લેબર કોન્ટ્રાકટર  તથા  હીરાના કામ સાથે સંકળાયેલા ૨ અને  કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા ૯વ્ યકિતઓ કોરોનાની ઝપેટમાં આવ્યા હતાં.

સુરતમાં કોરોનામાં મૃત્યુ

ક્રમ વિસ્તાર ઉંમર જાતી દાખલ તા.

૧  મોટા વરાછા ૮૫ સ્ત્રી      ૧૪

૨  ઉધના       ૬૦ પુરૃષ     ૨૦

૩  લિંબાયત    ૬૮ પુરૃષ     ૨૧

૪  અડાજણ     ૭૦પુરૃષ      ૧૪

૫  અડાજણ     ૫૯ પુરૃષ     ૧૮

૬  ચીકુવાડી    ૫૧પુરૃષ       ૧૪

૭ લંબે હનુમાન  ૬૯પુરૃષ     ૧૯    

8 કામરેજ        ૬૦ સ્ત્રી    -

૯  સચીન       ૮૮ પુરૃષ   -

૧૦.કામરેજ      ૭૦ પુરૃષ  -

૧૧. કામરેજ     ૮૧ પુરૃષ      -          

૧૨   માંડવી   ૭૬   પુરૃષ 

સુરતમાં કયા ઝોનમાં કેટલા કેસ

ઝોન    નવા કેસ    કુલ કેસ

સેન્ટ્રલ  ૨૩     ૧૨૧૨

વરાછા એ       ૨૮  ૧૩૮૨

વરાછા બી      ૦૯  ૯૯૮

રાંદેર    ૩૫     ૧૨૪૪

કતારગામ       ૨૪  ૨૨૬૦

લિંબાયત        ૧૯  ૧૪૫૮

ઉધના   ૨૯     ૭૮૦

અઠવા  ૩૨     ૯૯૦

કુલ     ૧૯૯    ૧૦૩૩૩    

.       

..

..

Tags :