Get The App

સુરત પાલિકા દબાણ દુર કરવા આવે તો શાકભાજી રસ્તા પર ફેંકી લારી લઈ ભાગવાનો ટ્રેન્ડ

- જાહેર રસ્તા પર દબાણ કરનારા મ્યુનિ. લોકો માટે માથાનો દુઃખાવો

Updated: Jul 28th, 2020

GS TEAM

Google News
Google News
સુરત પાલિકા દબાણ દુર કરવા આવે તો શાકભાજી રસ્તા પર ફેંકી લારી લઈ ભાગવાનો ટ્રેન્ડ 1 - image


નહેરૂ બ્રિજના છેડે દબાણ કરનારાએ હંગામો મચાવ્યોઃ લો લેવલ બ્રિજના બન્ને છેડે માથાભારે દબાણ કરનારા અડધો રોડ રોકી લારી મુકે છે

સુરત, તા. 28 જુલાઈ 2020 મંગળવાર

સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં જાહેર રસ્તા પર દબાણ કરનારાઓએ મ્યુનિ.ની કામગીરી સામે લારી બચાવવા માટે નવી જ ટ્રીક અપનાવી છે. મ્યુનિ. તંત્ર દબાણ દુર કરવા માટે આવે તો લારીમાંના શાકભાજી અને ફ્રુટ રસ્તા પર ફેંકી લારી લઈને ભાગી જવાનું. 

આમ કરવાથી લારી બચી જાય અને મ્યુનિ.ના કર્મચારીઓ દાદાગીરી કરીને પાથરણાવાળાને નુકસાન પહોંચાડે છે તેમ બતાવવામાં આવે છે. ગઈકાલે અડાજણ  વિસ્તારમાં આ જ પ્રકારની ઘટના બની હતી જેમાં બ્રિજ પરથી લારી નીચે ફેંકવાના દ્રષ્યો પણ જોવા મળ્યા હતા. 

સુરત મહાનગરપાલિકા દ્વારા ઝીરો દબાણ રૂટ જાહેર કરીને તેના પર દબાણ કરનારાઓની લારી કાયમ માટે જપ્ત લેવાનો નિયમ બનાવ્યો છે. તેમ છતાં સુરત મ્યુનિ.ના સંખ્યાબંધ ઝીરો દબાણ રૂટ પરથી દબાણ દુર કરી શકાયા નથી.

સુરત પાલિકા દબાણ દુર કરવા આવે તો શાકભાજી રસ્તા પર ફેંકી લારી લઈ ભાગવાનો ટ્રેન્ડ 2 - image

હાલમાં સુરતમાં સૌથી વધુ ન્યુસન્સ તાપી નદીના બ્રિજના છેડે દબાણ કરી શાકભાજી અને ફ્રુટ વેચનારાઓનું છે. બ્રિજ પર અડધો રસ્તે જ હાથમાં શાકભાજી ફળ લઈને માણસો ઉભા રહે છે જેના કારણે અકસ્માત થવાની ભીતી સતત રહેલી છે. આવી ભીતીના કારણે બ્રિજના છેડે દબાણ કરનારા સામે કડક કામગીરીની માગણી થઈ રહી છે.

સુરત મ્યુનિ.ના રાંદેર ઝોનમાં અડાજણ ડેપો નજીક બ્રિજના છેડે ઉભી રહેલી લારીઓના દબાણ દુર કરવાની કામગીરી ગઈકાલે કરવામાં આવી હતી તેમાં શાકભાજીવાળાઓએ નવી ટ્રીક અપનાવી શાકભાજી રસ્તા પર ફેંકી લારી લઈને ભાગી જતાં જોવા મળ્યા હતા.

કેટલાક માથાભારે શાકભાજીવાળાઓએ તો મ્યુનિ.એ ટ્રકમાં મુકેલી લારી પણ દાદાગીરીથી લઈ ગયાં હતા. એકાદ લારીવાળાએ તો શાકભાજી રસ્તા પર ફેંકીની  બ્રિજ પરથી લારી ફેંકીને નીચેથી લારીઓ લઈ ભાગી ગયાં હતા. ગઈકાલે અડાજણ બ્રિજ પર સર્જાયેલા આવા દ્રષ્યોના કારણે મ્યુનિ.ની કામગીરી વિવાદમાં આવી છે. 

કોરોના સંક્રમણમાં ગરીબો પર જુલ્મ કરે છે તેવા આક્ષેપ થયાં છે. તો બીજી તરફ બ્રિજના છેડે દબાણ કરવાથી અકસ્માત થવાનો ભય રહે છે તેવું કહેવામા આવે છે. અડાજણ ડેપો નજીક તો લારીઓ મ્યુનિ. તંત્રએ હટાવી લીધી છે પરંતુ નહેરૂ બ્રિજના છેડે અડધો રસ્તો રોકીને માથાભારે દબાણ કરનારા સામે મ્યુનિ. તંત્ર વામણું બની રહ્યું હોવાથી આ દબાણ હવે કાયમી થઈ ગયાં છે.

Tags :