Get The App

ઉધના-મગદલ્લા રોડના કારખાનેદારને રૂ. 23 લાખનું પેમેન્ટ નહીં ચુકવી છેતરપિંડી

Updated: Nov 22nd, 2022

GS TEAM

Google News
Google News
ઉધના-મગદલ્લા રોડના કારખાનેદારને રૂ. 23 લાખનું પેમેન્ટ નહીં ચુકવી છેતરપિંડી 1 - image


- ઇન્ડિયા માર્ટ વેબસાઇટ પર મુંબઇના વેપારીનો સંર્પક થયો: ચેક બેંકમાં ડિપોઝીટ કરતા રીટર્ન થયા

સુરત,તા.22 નવેમ્બર 2022,મંગળવાર

ઉધના-મગદલ્લા રોડના રૂપલ ઇન્ડસ્ટ્રીઝના કાપડના કારખાનેદાર પાસેથી ગ્રે કાપડ ખરીદી રૂ. 23.71 લાખનું પેમેન્ટ નહી ચુકવી ઓફિસ-દુકાન અને મોબાઇલ બંધ કરી ભુગર્ભમાં ઉતરી જનાર મુંબઇના વેપારી વિરૂધ્ધ ખટોદરા પોલીસમાં છેતરપિંડીની ફરીયાદ નોંધાય છે. 

ઉધના-મગદલ્લા રોડ જોગણી માતાના મંદિર નજીક રૂપલ ઇન્ડસ્ટ્રીઝમાં બાલાજી લેસ નામે કાપડનું કારખાનું ધરાવતા દીપ અશ્વીન જરીવાલા (ઉ.વ. 29 રહે. સાંઇ કે. જી. ફ્લેટ્સ, અલથાણ) નો સપ્ટેમ્બર 2021 માં મુંબઇના બોરીવલ્લી ઇસ્ટમાં ખુશી ઇન્વેકક્ષ નામે લેસનો ધંધા કરતા ભરત હીરાભાઇ ઢીલા સાથે ઇન્ડિયા માર્ટ વેબસાઇટ પર સંર્પક થયો હતો. સુરતના અનેક વેપારી પાસેથી લેસ અને ગ્રે કાપડ ખરીદી સમયસર પેમેન્ટ ચુકવે છે તેમ કહી ભરતે દીપને વિશ્વાસમાં લઇ ટ્રાન્સપોર્ટ મારફતે રૂ. 24.71 લાખનું ગ્રે કાપડ મંગાવ્યું હતું. પંદર દિવસમાં પેમેન્ટના વાયદે કાપડ ખરીદી એડવાન્સ પેટે ભરતે રૂ. 1 લાખ ચુકવ્યા હતા. બાકી પેમેન્ટ પેટે અલગ અલગ રકમના રૂ. 11.24 લાખના 16 ચેક આપ્યા હતા. દીપે આ ચેક બેંકમાં ડિપોઝીટ કરતા રીટર્ન થયા હતા અને મુંબઇ જઇ તપાસ કરતા ભરતે તેની ઓફિસ અને દુકાનને તાળા મારી તથા ફોન બંધ કરી ભુગર્ભમાં ઉતરી ગયો હતો.

Tags :