Get The App

સોનુ ભલે સાતમા આસમાને હોય ભાઇના કાંડે તો "સોના"ની રક્ષા જ શોભે

- કોરોના કાળમાં પણ ભાઈ પ્રત્યેનો બહેનનો પ્રેમ અકબંધ

- ભાવ વધ્યા છતા સોનાની રાખડીનું ધૂમ વેચાણ

Updated: Jul 31st, 2020

GS TEAM

Google News
Google News

સોનુ ભલે સાતમા આસમાને હોય ભાઇના કાંડે તો "સોના"ની રક્ષા જ શોભે 1 - image

સુરત, તા. 31 જુલાઇ 2020, શુક્રવાર

કોરોનાના વધતા કેસોની સામે તહેવારોની ઉજવણી જ્યાં ફિક્કી પડી છે ત્યારે રક્ષાબંધનના તહેવાર માટે સોનાના વધેલા ભાવો વચ્ચે પણ બહેનો એ સોનાની રાખડીઓની ખરીદી કરી છે. ભલે રક્ષાબંધનને લઈને માહોલ ઠંડો છે. પંરતુ ભાઈઓ પ્રત્યે પોતાની બહેનોનો પ્રેમ આ કોરોના કાળમાં પણ યથાવત રહેવા પામ્યો છે. તેથી જ આ વર્ષે પણ બહેનો પોતાના ભાઈના હાથમાં સોનાની રાખડી બાંધશે.

હાલમાં સમગ્ર વિશ્વ કોરોનામાં સપડાયું છે ત્યારે લોકોનું જનજીવન પણ અટવાયું છે. સાથે જ હાલમાં તહેવારોની સિઝન પણ શરૂ થઈ છે. મોટાભાગના તહેવારો આ વખતે લોકો ઉજવવાના નથી. પરંતુ ભાઈ બહેનના પવિત્ર સબંધનો તહેવાર એટલે રક્ષાબંધનને હવે બે દિવસોની વાર છે ત્યારે કોરોનામાં પણ પોતાના ભાઈની રક્ષા માટે બહેનોએ રાખડી બાંધવાનું મન બનાવી લીધું છે. એમાં પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકોએ સોનાની રાખડીઓની ખરીદી કરી છે.

સોનાના ભાવો આસમાને પહોંચ્યા છે ત્યારે આ ભાવો પણ બહેનને પોતાના ભાઈને માટે સોનાની રાખડી ખીરીદી કરતા રોકી શકયા નથી. દર વર્ષ કરતાં ખરીદી ઓછી હોવા છતાં પણ વધેલા ભાવોના કારણે જવેલર્સ માટે નુકશાન નથી.

આ અંગે મિલનભાઈ શાહ કહે છે કે "કોરોનાના કારણે આ વર્ષે ખરીદી જરૂર ઓછી થઈ છે. પરંતુ સોના ભાવોમાં વધારો થતાં અમને દર વર્ષ જેવી જ ખરીદી પડી છે. લોકોએ આ વખતે પણ સોનાની રાખડીની ખરીદી કરી છે. અત્યાર સુધીમાં 80 ટકા જેટલું વેચાણ થઈ પણ ગયું છે.

સોના નવા ભાવો 54000થી વધુ હોવા છતાં પણ લોકો ખરીડી કરી રહ્યા છે. કારણકે લોકોને હજુ પણ ભાવો દિવાળી સુધી વધશે તેવી આશા છે. એટલે એક રીતે ઇન્વેસ્ટમેન્ટ માટે પણ આ સમય સારો છે તેવું લોકો માની રહ્યા છે. 6,000થી લઈને 30,000 સુધીની  રાખડી બને છે. જેમાં દોરી વાળી રાખડીથી લઈને બ્રેસલેટ ટાઈપની રાખડીનું વેચાણ થાય છે. જેમાં દોરી વાળી રાખડીનું વેચાણ વધુ છે.

Tags :