Get The App

સુરતમાં મૃત્યુઆંક 600ને પારઃ કુલ કેસનો આંક 14000ની નજીક

214 દર્દીને રજા સાથે કુલ 9579 સાજા થયાઃ નવા કેસમાં રાંદેરમાં 41, અઠવામાં 36, વરાછા-એમાં 34, સેન્ટ્રલમાં 32 કેસ

24 કલાકમાં વધુ 12ના મોત, 262 નવા કેસ નોંધાયા

Updated: Aug 1st, 2020

GS TEAM

Google News
Google News

સુરતતા.1ઓગસ્ટ.2020શનિવાર

સુરતમાં સંક્રમણની સ્થિતિમાં સુધારો થઇ રહયો નથી. કેસોની સંખ્યા સિટીના છેલ્લા કેટલાય દિવસથી 200થી વધુ નોંધાઇ રહી છે. ગ્રામ્યમાં પણ પચાસથી વધુ કેસો સતત નોંધાઇ રહ્યા છે. આજે સિટીમાં 214 અને ગ્રામ્યમાં 48 મળી કુલ 262 દર્દી કોરોનાગ્રસ્ત બન્યા છે. તેમજ સિટીમાં 8 અને ગ્રામ્યમાં 4 મળી12 દર્દીએ જીવ ગુમાવ્યો હતો. સુરતમાં મૃત્યુઆંક 600ને પાર થઇ ગયો છે. જ્યારે કેસની સંખ્યા 14000ની નજીક પહોંચી છે.

આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ રાંદેર ઝોનમાં બે,કતારગામ ઝોનના બે,ડીંડોલીના એક,ઉનપાટીયાના એક,અઠવા લાઇન્સનાના એક, વરાછાના એક દર્ર્ર્દી વારા ફરતી સારવાર દરમિયાન મોત થયા હતા. જયારે સુરત જીલ્લામાં ચોર્યાસીના બે, કામરેજના એક, ઓલપાડ એક દર્દીના મોત થયા હતા. સુરત સિટીમાં કોરોનામાં આજે 214દર્દીઓમાં સૌથી વધુ રાંદેરના 41, અઠવાના 36, વરાછા એના 34, સેન્ટ્રલના 32  સહિતના  દર્દીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે.

સુરત સિટીમાં 497ના મોત થયા છે કુલ કેસ 11190 નોંધાયા છે. જ્યારે ગ્રામ્યમાં કુલ 2735 કેસ અને 112ના મોત થયા છે.  સિટી ગ્રામ્યમાં કુલ કેસનો આંક 13,925 અને મૃત્યુઆંક 609 થયો છે. સિટીમાં આજે 141 અને ગ્રામ્યમાં 73 દર્દી મળી કુલ 214 દર્દીને રજા અપાઇ હતી. કુલ 9579 દર્દીઓ સાજા થયા છે. તેમાં સિટીના 7697 અને ગ્રામ્યના1882 દર્દીઓના સમાવેશ થાય છે.

 

સુરત સિવિલમાં અને સ્મીમેરમા કોરોના સંક્રમિતમા ૪૭૭ દર્દીઓ ગંભીર

સુરત શહેરમાં અત્યાર સુધીમાં કોરોનામા ૪૯૭ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા.નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં વોર્ડમાં આજ રોજ ૪૨૩ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી ૩૬૨ દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં ૧૯ વેન્ટિલેટર, ૪૧ બાઈપેપ અને ૩૦૨ દર્દીઓ ઓક્સિજન પર છે.જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં આજ રોજ ૧૫૩ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી ૧૧૫ દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં ૧૨ વેન્ટિલેટર, ૨૩- બાઈપેપ અને ૮૦ દર્દીઓ ઓક્સિજન પર છે.

 

સિવિલ, સ્મીમેર, ખાનગી હોસ્પિટલના ડોકટર, નર્સિંગ સ્ટાફ, મ્યુનિ.ના ૮ કર્મચારી, પીએસઆઇ, ઓલા ડ્રાઇવર સંક્રમિત

કોરોના સંક્રમિતમાં નવી સિવિલ હોસ્પિટલમાં વધુ એક ડોકટર,એક નર્સિગ સ્ટાફ,રેકોર્ડ વિભાગના કર્મચારી, સ્મીમેર હોસ્પિટલના એક ડોકટર, ટેકનીશીયન, ૩ ખાનગી ડોકટર,પનાસ અર્બન હેલ્થ સેન્ટરના  બે કર્મચારી, પાલિકાના શિક્ષક, પાલિકાના ત્રણ કર્મચારી, ફાયર વિભાગના બે કર્મચારી, ફાલસાવાડીના પી.એસ.આઇ, ડીંડોલીના પોલીસ કોન્સ્ટેબલ, ક્રાંઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ, આરોપી, ખાનગી હોસ્પિટલના અધિકારી, ડોકટરના આસીસ્ટન્ટ, પ્રાઇવેટ મેડીકલ સ્ટોરમાં નોકરી, ઓલા ડ્રાઇવર, કાર શો રૃમના જનરલ મેનેજર, એલ.આઇ.સી ઓફિસર, મસ્કતિ હોસ્પિટના નર્સિગસ્ટાફ, તથા  હીરાના કામ સાથે સંકળાયેલા ૬ અને  કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા ૧૨ લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા હતાં.

 

સુરતમાં કોરોનામાં મૃત્યુ

ક્રમ      વિસ્તાર ઉંમર જાતી     દાખલ તા.

૧  કતારગામ   ૪૬  સ્ત્રી       ૧૫

૨  ડીંડોલી ૬૫ પુરૃષ ૧૫

૩  પાલનપુર   ૭૦  સ્ત્રી       ૨૮

૪  ઉન પાટીયા ૬૫ પુરૃષ      ૨૭

૫  અઠવાલાઇન્સ૮૨ પુરૃષ      ૧૩

૬  પાલનપુર   ૬૯ પુરૃષ      ૨૧

૭    વરાછા    ૬૦       પુરૃષ   ૧૩

૮  વેડરોડ ૬૩  સ્ત્રી  ૨૦

૯  કામરેજ ૬૫ પુરૃષ  -

૧૦      દામકા ૬૮ પુરૃષ      -

૧૧.મોહીની ૫૭ પુરૃષ  -

૧૨.ઓલપાડ   ૪૯            પુરૃષ

 

સુરતમાં કયા ઝોનમાં કેટલા કેસ

ઝોન    નવા કેસ    કુલ કેસ

સેન્ટ્રલ  ૩૨     ૧૩૧૫

વરાછા એ ૩૪  ૧૫૨૩

વરાછા બી૧૧  ૧૦૭૨

રાંદેર    ૪૧   ૧૩૮૮

કતારગામ૨૧  ૨૩૬૭

લિંબાયત ૨૦  ૧૫૩૮

ઉધના   ૧૯     ૮૫૨

અઠવા  ૩૬     ૧૧૩૫

કુલ     ૨૧૪    ૧૧૧૯૦

 

                                -

Tags :