વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ કરી રહ્યું છે હોદેદારોની લ્હાણી


- સુરત કોગ્રેસનું 267 હોદ્દેદારોનું જમ્બો માળખું પણ નાનું પડ્યું વધુ 82 હોદ્દેદારોની યાદી જાહેર થઈ

- બે દિવસ પહેલાં 58 ઉપ પ્રમુખ, 103 મહામંત્રી અને 104 મંત્રીની યાદી જાહેર કરી હતી, આજે વધુ 18 નવા ઉપ પ્રમુખ, 17 મહામંત્રી અને 47 મંત્રીના નામ જાહેર કર્યા 

સુરત,તા.22 સપ્ટેમ્બર 2022,ગુરુવાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં સુરત કોંગ્રેસના હોદ્દેદારો માટે 267 હોદ્દેદારોનું જમ્બો માળખું જાહેર કર્યું હતું. પરંતુ આ માળખા બાદ અસંતોષ થતાં કોંગ્રેસે આજે વધુ 82 હોદ્દેદારોની  યાદી જાહેર કરતાં આ  સુરત કોંગ્રેસનું માળખું હવે એક પ્રમુખ ઉપરાંત 349 હોદ્દેાદોરનું થઈ ગયું છે. જે રીતે ભુતકાળમાં સસ્પેન્ડ કરાયેલા હોદ્દેદારોને કોંગ્રેસ ફરી લઈ રહી છે તે જોતાં  કોંગ્રેસમાં વધુ આક વાર હોદ્દારોના માળખામા ઉમેરો થાય તેવી શક્યતા નકારી શકાતી નથી.

સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે હસમુખ દેશાઈને જાહેર કરાયા બાદ ગુજરાત વિધઆનસભાની ચુંટણી પહેલાં પ્રદેશ કોંગ્રેસે 20 સપ્ટેમ્બરના રોજ સુરતના હોદ્દેદારોની યાદી જાહેર કરી હતી. જેમાં સુરત કોંગ્રેસના 58 ઉપ પ્રમુખ, 103 મહામંત્રી અને 104 મંત્રી ઉપરાંત ખજાનચી અને કાર્યાલય મંત્રી સાથે 267 હોદ્દાદારના નામની જાહેરાત કરવામા આવી હતી.

કોંગ્રેસનું આ માળખું જાહેર થયું તેમાં કદીર પીરઝાદા જુથના અનેક લોકોની બાદબાકી કરવામા આવી હતી. જ્યારે ભુતકાળમાં કોંગ્રેસે સસ્પેન્ડ કરાયેલા હોદ્દેદારોની પણ હાલના હોદ્દેદાર તરીકે વરણી કરવામાં આવી છે. આટલું જ નહીં પરંતુ જે લોકો ટિકિટના દાવેદાર હતા તે દાવેદારોને પણ   શહેર કોગ્રેસના માળખામા સમાવી લેવામા આવ્યા છે.  

આ માળખું જાહે કરાયાના બે દિવસ બાદ એટલે કે આજે કોંગ્રેસ સમિતિ દ્વારા વધુ એક યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં આજે શહેર કોંગ્રેસના વધુ 18 ઉપ પ્રમુખ જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 17 મહામંત્રી અને 47 મંત્રીના નામ જાહેર કરવામાં આવ્યા છે.   પહેલી યાદી જાહેર કરાયા બાદ કોંગ્રેસમાં કકળાટ ઉભો થયો છે તેના કારણે બીજી યાદી જાહેર કરવામા ંઆવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે, આ યાદી જાહેર કરાયા બાદ હજી પણ અસંતોષ હોવાનું ચર્ચાઈ રહ્યું છે તેથી હોદ્દેદારોની સંખ્યા વધી શકે તેવી શક્યતા નકારી શકાતી નથી. 

City News

Sports

RECENT NEWS