For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સુરતના સાયન્સ સેન્ટર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પેઇન્ટિંગનું પ્રદર્શન યોજાયું

Updated: Oct 6th, 2022

સુરતના સાયન્સ સેન્ટર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પેઇન્ટિંગનું પ્રદર્શન યોજાયું

- 55 પેઇન્ટિંગસ બનાવતા લાગ્યો સાડા ત્રણ વર્ષનો સમય

સુરત,તા.06 ઓક્ટોબર 2022,ગુરૂવાર

સુરતના સાયન્સ સેન્ટર ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પેઇન્ટિંગ્સનું એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનની ખાસ વાત એ છે કે આ તમામ પેઇન્ટિંગ્સ ગલ્ફ કન્ટ્રીના રહેવાસી અને મશહુર પેઇન્ટર અકબર સાહેબે બનાવી છે. તેમને આ 55 પેઇન્ટિંગ્સ બનાવતા સાડા ત્રણ વર્ષ જેટલો સમય લાગ્યો છે.

હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ગયો. જેના અનુસંધાનમાં સાયન્સ સેન્ટર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિવિધ પેઇન્ટિંગ્સનું એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે આ પ્રદર્શનમાં મૂકવામાં આવેલી 55 જેટલી પેઇન્ટિંગ્સ ગલ્ફ કન્ટ્રીના મશહૂર પેઈન્ટર અકબર સાહેબે બનાવી છે. જે નરેન્દ્ર મોદીના ખૂબ જ મોટા ચાહક અને પ્રશંસક છે.

Article Content Image

પેઇન્ટિંગ્સ અંગે અકબર સાહેબે જણાવ્યું હતું કે હું છેલ્લા 30 વર્ષથી દુબઈ રહું છું અને આ તમામ પેઇન્ટિંગ મેં ત્યાં જ બનાવી છે આ પેઇન્ટિંગ મેં એટલા માટે બનાવી છે કે નરેન્દ્ર ભાઈ મોદીએ એક સ્ટ્રોંગ લીડર છે. તમામ પેઇન્ટિંગમાં તેમના દિલની અને 'મન કી બાત'ની વાતો દર્શાવતી પેઇન્ટિંગ છે.

Article Content ImageArticle Content Image

Gujarat