સુરત સિવિલ અને કોવિડ હોસ્પિટલમા ખડેપગે સુરક્ષા વ્યવસ્થા સંભાળી રહેલાં 271 સિક્યુરિટી ગાર્ડ
- સિવિલના બે સિક્યુરિટી ગાર્ડ કોરોનાને મ્હાત આપી ફરીવાર નવી સિવિલની સુરક્ષામાં તૈનાત
સુરત, તા. 26 જુલાઈ 2020 રવિવાર
સુરત શહેરમાં કોરોનાના પ્રારંભથી જ નવી સિવિલ હોસ્પિટલમાં તૈનાત 271 સિક્યુરિટી ગાર્ડ 24 કલાક ખડેપગે ફરજ બજાવીને કોરોના સામેના જંગમાં યોગદાન આપી રહ્યા છે. જેમાંથી કોવિડ હોસ્પિટલમાં 24 કલાક 72 સિક્યુરિટી ગાર્ડ પોતાની ફરજ નિભાવી રહ્યા છે. જોકે કોરોના વોરિયર બે સિકયુરિટી ગાર્ડ કોરોનાગ્રસ્ત બન્યાં હતાં, જેઓ એક મહિના સુધી હોસ્પિટલમાં દાખલ રહી સારવાર મેળવી કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયાં બાદ ફરી એક વાર પોતાની ફરજ પર જોડાઈ ગયા છે.
નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમા કુલ 271 સિક્યુરિટી ગાર્ડ 24 કલાક માટે ફરજ ઉપર રહે છે. સિવિલમાં આવતાં દર્દીઓ અને તેમના સગાવ્હાલા, ડોક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફની સુરક્ષા, વાહનો, એમ્બ્યુલન્સની સુરક્ષા તેમજ ટ્રાફિક કંટ્રોલની કામગીરી પણ નિભાવીએ છીએ. સિક્યુરિટી ગાર્ડ પોતાની જીવની પરવા કર્યા વગર સ્ટેમ સેલ બિલ્ડીંગની કોવિડ-19 હોસ્પિટલમાં સતત આઠ કલાક પીપીઈ કીટ પહેરીને નિષ્ઠાપૂર્વક સેવા આપી રહ્યા છે.
મુળ અમરેલી જિલ્લાના સાજિયાવદર ગામનો વતની અને હાલમાં અમરોલી વિસ્તારમાં રહેતા મનસુખભાઈ પરમારે છેલ્લા દોઢ વર્ષથી સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડની ફરજ બજાવે છે. દરમિયાન મને કોરોનાના લક્ષણ દેખાતા સિવિલમાં તપાસ દરમિયાન 15 જૂને મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
સિવિલમાં સારવાર માટે દાખલ થયો ત્યારે મારી હાલત ગંભીર થતાં એક મહિનો ઓક્સિજન પર રાખવામાં આવ્યો હતો. પરંતુ ડોકટરોએ મને સ્વસ્થ કર્યો અને 23 જુલાઇના રોજ નેગેટિવ રિપોર્ટ આવતાં 24મી જુલાઈએ ડિસ્ચાર્જ થઈ ઘરે પરત ફર્યો હતો.
15 દિવસ હોમ ક્વોરન્ટાઈન રહી સંપૂર્ણ સ્વસ્થ થયાં પછી ફરી એક વાર ફરજ પર હાજર થયો છું. તેમણે ગૌરવથી કહ્યું કે, ‘સિવિલના ડોક્ટરો પોતાનો જીવ જોખમમાં મુકી દિવસરાત દર્દીઓને સ્વસ્થ કરવા મહેનત કરી રહ્યાં છે, તો હું કેમ નહિ? જેથી કોરોનામુક્ત થાય બાદ 15 દિવસ પછી પોતાની ફરજ પર હાજર થયો છું. અને સ્વસ્થ થઈને ફરી પાછાં ફરજ પર હાજર થઈ ગયા છે.
મૂળ રાજકોટ જિલ્લાના ધોરાજી અને હાલ વરાછા ખાતે રહેતા વિરમભાઇ લાલજીભાઈ પરડવા નવી સિવિલમાં દોઢ વર્ષની સિક્યુરિટી ગાર્ડની નોકરી કરે છે ગત તારીખ 9મી શરદી, ઉધરસ અને તાવ જેવા લક્ષણો
9મી શરદી, ઉધરસ અને તાવ જેવા લક્ષણો દેખાયાં હતા. સિવિલમાં રિપોર્ટ કઢાંવતા કોરોના પોઝિટિવ હોવાથી 15 દિવસ સારવાર લીધી હતી. તા.23 જુલાઇના રોજ કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા રજા અપાઈ હતી, ત્યારબાદ ઘરે માત્ર ત્રણ દિવસમાં સંપૂર્ણ સ્વસ્થ થયો છું, અને કોઈ શારીરિક તકલીફ ન હોવાનું લાગ્યું, જેથી તા.25 જુલાઈએ ફરજ પર હાજર થયો છું. સિવિલમાં હાલ અમારૂં કામ વધ્યું હોવાથી મને ઘરે બેસી રહેવું યોગ્ય ન લાગતાં સેવામાં લાગી ગયો છું.
સિવિલના ડોક્ટર્સ, સ્ટાફ કે દર્દીઓના પરિવારજનોની સલામતી જળવાઈ રહે એ માટે અમે સતત પ્રયત્નશીલ છીએ
સિક્યુરીટી વ્યવસ્થાપક તારિક સિદાત ખુર્શીદ કહ્યું હતું કે, ‘હું પહેલા સિવિલ ટ્રોમા સેન્ટર બાદમાં કોવિડ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડનું મેનેજમેન્ટનું કામ કરૂ છું. કોરોનાની શરૂઆતથી જ કામ કરી રહ્યો છું. ઘણીવાર કોઈ દર્દીના સગાં સિક્યુરિટી ગાર્ડ સાથે તકરાર પણ કરે છે, છે કે મારે દર્દીને મળવા અંદર જવું છે ત્યારે હું તેઓને જેમને શાંત પાડવાનું કામ પણ કરું છું, સાથે સિક્યુરિટી ગાર્ડને પણ દર્દીઓના સગા સંબંધીઓ સાથે કેવી રીતે વાત કરી સમજાવવા તે અંગે શીખવી રહ્યો છું.
હવે સાવચેતીના પગલાં અચૂક લેતા હોવાથી હવે ડર લાગતો નથી. સિવિલમાં કોઈ પણ ડોક્ટર્સ, સ્ટાફ કે દર્દીઓના પરિવારજનોની સુરક્ષા અને સલામતી જળવાઈ રહે એના માટે અમે સતત પ્રયત્નશીલ છીએ. જો કે હું કોરોના શરૂ થયું ત્યારથી અત્યાર સુધી ફરજ બજાવી રહ્યો છું
ઘરના સભ્યો નોકરી કરવાની ના પાડે છે, પણ રોજીરોટી આપનાર સિવિલ હોસ્પિટલને મુશ્કેલીના સમયમાં છોડીને જવાનું યોગ્ય નથી
કોવિડ વોર્ડમાં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ રોશનસિંગ હરેરામસિંગ રાજપૂતે જણાવ્યું હતું કે" છેલ્લા ત્રણ મહિનાથી સિવિલના કોવિડ વોર્ડમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે તૈનાત છું. સતત આઠ કલાક પીપીઈ કીટ પહેરી સેવા કરૂ છું. આઠ કલાક પીપીઈ કીટ પહેરીને કામ કરવું મુશ્કેલ છે.
આઠ કલાકમાં અમે ભોજન અને પાણીની પણ પરવા કર્યા વિના ફરજ બજાવીએ છીએ. પરિવારના લોકો નોકરી કરવાની ના પાડતા હતા, પરંતુ મને રોજીરોટી આપનાર સિવિલ હોસ્પિટલને મુશ્કેલીના સમયમાં છોડીને જવાનું યોગ્ય નથી. સંકટના સમયમાં પણ મારી ફરજ બજાવવી એ નૈતિક ધર્મ છે એવું હું શીખ્યો છું. જેથી કોરોનાની મહામારીમાં પણ હું સેવા કરવાનું ચૂકીશ નહિ.
પરિવારમાં કોઈને ઇન્ફેકશન ના લાગે એટલે મારા કપડા ગરમ પાણી વડે જાતે જ ધોઈ નાખું
કોવિડ હોસ્પિટલમાં તૈનાત સિક્યુરિટી ગાર્ડ જગદીશભાઈ સૈદાણે જણાવે છે કે, ‘છેલ્લા ત્રણ મહિનાથી કોવિડ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડની ફરજ નિભાવતો હતો, કોવિડ વોર્ડમાં ફરજ દરમિયાન મારી તબિયત બગડતા હાલ હોસ્પિટલ તંત્રની સલાહથી મને કોવિડ હોસ્પિટલના પ્રવેશ દ્વારા પર ડ્યુટી આપવામાં આવી છે.
મારા બે દીકરા છે, તેમજ પરિવારમાં કોઈને ઇન્ફેકશન ના લાગે એટલે હું ઘરે પહોંચ્યા બાદ કોઈની સાથે મળવા કે વાતચીત કર્યા વગર સીધો બાથરૂમમાં જઈ મારા કપડા ગરમ પાણીમાં બોળી જાતે જ ધોઈ નાખું છું, ત્યારબાદ સ્નાન કરી કપડા બદલી પરિવાર સાથે બેસું છું.