સુરત સિટીમાં 10, ગ્રામ્યમાં 4 મળી 14 મોતઃ નવા 256 કેસ, 162 દર્દીને રજા
મૃત્યુઆંક 509, કુલ કેસ 11,384 અને અત્યાર સુધીમાં કુલ 6225 દર્દીઓને રજા આપવામાં આવી
સુરતતા.23.જુલાઇ.2020.ગુરૃવાર
સુરત શહેરમાં કોરોનામંા આજે એક સાથે 181અને સુરત જીલ્લામાં 75મળી કુલ 256 દર્દીઓ ઝપેટમાં આવ્યા હતા. સુરત સિટીમાં 10 દર્દી અને સુરત જીલ્લામાં ચારના મળી કુલ 14 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. તો શહેરમાંથી વધુ ૧૬૨ દર્દીઓને રજા અપાઇ હતી.
આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ અઠવા ઝોનમાં ત્રણ દર્દી,લિબાયત ઝોનમાં બે દર્દી,વરાછાના બે ઝોનમાં બે દર્દી,કતારગામ,રાંદેર અને સેન્ટ્રલ ઝોન દર્દીના વારા ફરતી સારવાર દરમિયાન મોત થયા હતા. જયારે સુરત જીલ્લામાં કામરેજના બે દર્દી,માંગરોળ અને માંડવીના દર્દીના મોત થયા હતા.સુરત સિટીમાં કોરોનામાં આજ ે181દર્દીઓમાં સૌથી વધુ રાંદેર 47 અને અઠવાના 30, સેન્ટ્રલ 29 સહિતના દર્દીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે. સુરત શહેરમાં આજ દિન સુધીમા 9332 પોઝિટીવ કેસમાં433નાં મોત થયા છે. જયારે સુરત જીલ્લામાં આજ દિન સુધી 2052 પૈકી 76વ્યકિતનાં મોત થયા છે. સુરત શહેર- જીલ્લામાં કુલ 1138 કેસમાં 509ના મોત થયા છે. સુરત શહેરમાં આજ રોજ વધુ કોરોના સંક્રમિત 162 દર્દીઓને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેરમા કુલ 6225 દર્દીઓને રજા આપવામાં આવી છે.
સુરત સિટી-ગ્રામ્યમાં મૃતકો
ક્રમ. વિસ્તાર ઉંમર
જાતી દાખલ તા.
૧.રૃસ્તમપુરા ૪૦ પુરૃષ ૧૦
૨.પરવતપાટીયા ૭૦ પુરૃષ ૨૦
૩.અંબાનગર ૫૮ સ્ત્રી ૧૧
૪.માતાવાડી ૬૨ પુરૃષ ૧૦
૫.નાના વરાછા ૩૮ પુરૃષ ૧૬
૬.વેડરોડ ૭૮ પુરૃષ ૩
૭.સિવિલ
કેમ્પસ ૪૬ પુરૃષ ૨૭
૮.પાલ ૪૩ પુરૃષ ૧૩
૯.ડીંડોલી ૫૮પુરૃષ ૧૯
૧૦.ભટાર ૬૩ પુરૃષ ૨૨ -
૧૧.કામરેજ ૫૭ પુરૃષ -
૧૨.કામરેજ ૭૦ સ્ત્રી -
૧૩.માંડવી ૬૧ પુરૃષ -
૧૪.માંગરોળ ૬૬ પુરૃષ
સુરતનું ઝોનવાઇઝ કોરોનામીટર
ઝોન નવા કેસ કુલ કેસ
સેન્ટ્રલ ૨૯ ૧૧૨૧
વરાછા એ ૧૩ ૧૨૪૮
વરાછા બી ૧૬ ૯૨૫
રાંદેર ૪૭ ૧૦૨૦
કતારગામ ૨૨ ૨૧૪૧
લિંબાયત ૧૦ ૧૩૮૬
ઉધના ૧૪ ૬૯૬
અઠવા ૩૦ ૭૯૫
કુલ ૮૧ ૯૩૩૨
સુરત સિવિલમાં અને સ્મીમેરમા કોરોના સંક્રમિતમા ૭૧૩ દર્દીઓ ગંભીર
સુરત
શહેરમાં અત્યાર સુધીમાં કોરોનામા ૪૨૩ વ્યક્તિઓના મોત નિપજ્યા છે.નવી સિવિલ અને કોવિડ
હોસ્પિટલમાં વોર્ડમાં આજ રોજ ૬૦૧ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી
૫૨૭ દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં ૨૧- વેન્ટિલેટર, ૩૮- બાઈપેપ અને ૪૬૮ દર્દીઓ
ઓક્સિજન પર છે.જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં આજ રોજ ૨૧૫ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર
લઇ રહ્યા છે. તે પૈકી ૧૮૬- દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં ૧૩ વેન્ટિલેટર, ૧૨- બાઈપેપ અને ૧૬૧ દર્દીઓ ઓક્સિજન પર છે.
સિવિલના એક અને પાલિકાના એક ડોકટર સહિત ચાર કર્મચારી કોરોનાની ઝપેટમાં
કોરોના
સંક્રમિતમાં નવી સિવિલ હોસ્પિટલમાં વધુ એક ડોકટર, પાલિકાના વરાછા ઝોનના
ડોકટર,ડીંડોલીમાં સુમન સ્કુલના પટાવાળા,પાલિકાના ડ્રેનેજ વિભાગના કર્મચારી,કાતારગામ ઝોનના
કર્મચારી,રોડ કોન્ટ્રાકટર,ખાનગી
હોસ્પિટલના કર્મચારી, ટેકસટાઇલ માર્કેટના દુકાદાર, કાપડવેપારી, સાડીના વેપારી, કાપડની
ફેકટરીધારક ,આર્કિટેક,નાનપુરામાં
એલ.આઇ.સી. ઓફિસર,રીક્ષાચાલક તથા હીરાના કામ સાથે સંકળાયેલા ૨ વ્યકિતઓ અને કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા ૧૨ વ્યકિતઓ
કોરોનાની ઝપેટમાં આવ્યા હતાં.
.