ડાંગમાં અંબિકાના કેચમેન્ટના ચેકડેમો સુકાઇ જતાં ખેડૂતોની પરેશાની વધી


-પ્રાકૃતિક ખેતીનું સપનું સ્વપ્ન જ બની રહેશે

-ચેઇન સિસ્ટમથી બનતા ચેકડેમના કામોમાં ઇજારદારો અધિકારીઓની સાંઠગાંઠમાં વેઠ જ ઉતારતા હોવાથી આદિવાસી ખેડૂતોની તપાસની માંગ

વાંસદા

ડાંગ જિલ્લાની અંબિકા નદીના કેચમેન્ટ વિસ્તારોમાં સિંચાઈ વિભાગમાં મહત્તમ ચેકડેમો શિયાળાની તુમાં સુકાઈ જતા આદિવાસી ખેડૂતોનું પ્રાકૃતિક ખેતી યોજનાનું સ્વપ્ન રોળાયું છે.

ડાંગ જિલ્લામાં ચોમાસા દરમિયાન ૧૦૦ ઇંચથી વધુ વરસાદ પડે છે, જેનું પાણી નીચાણવાળા વિસ્તારમાં નકામું વહી જાય છે. આ નકામું વહી જતું વરસાદી પાણીને રોકી આદિવાસી ખેડૂતો સિંચાઈથી ખેતી કરી શકે તે માટે જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા વઘઇ તાલુકાના અંબિકા નદીના કેચમેન્ટ એરિયામાં ચેઇન સિસ્ટમથી ચેકડેમો બનાવાયા છે. પરંતુ ચેકડેમોના નિર્માણમાં ઈજારદાર અને અધિકારીઓની મીલીભગતની નીતિરીતિમાં પાયાના કામમાં નકરી વેઠ જ ઉતારવામાં આવતી હોવાથી યોજના નિરર્થક સાબિત થાય છે.

આવીજ પરિસ્થિતિ સાપુતારા વઘઇ માર્ગ ઉપર અંબિકા નદીના કેચમેન્ટ એરિયામાં ચીખલી, શિવારીમાળ, કુમારબંધ, દાબદર,   જામલાપાડા, ઉગા વિસ્તારોમાં ચેઇન સિસ્ટમથી કરોડોના ખર્ચે ચેકડેમો નિર્માણ કરાયા બાદ ચેકડેમો ચોમાસું પૂરું થયાના ગણતરીના દિવસોમાં જ ખાલીખમ થઈ જતા આદિવાસી ખેડૂતો બિચારા બની જાય છ.ે

ઉલ્લેખનીય છેકે હાલ ભારત સરકારે ડાંગને પ્રાકૃતિક ખેતી જિલ્લો તરીકે જાહેર કરતા ખેડૂતોને ખેતીથી આવક ઉભી થવાની આશા બંધાઈ છે, પરંતુ ચેકડેમો તકલાદી હોવાથી તેમની આશા પર પાણી ફરી વળ્યું છે. તેવા સંજોગોમાં જિલ્લા વિકાસ અધિકારી તેમના તાબામાં આવતી વઘઇ તાલુકા સિંચાઈ યોજનાની તપાસ હાથ ધરી યોગ્ય કાર્યવાહી કરે તેવી આદિવાસી ખેડૂતોમાં માંગ ઉઠી છે.

City News

Sports

RECENT NEWS