સ્નો લેપર્ડ સફારી: લદાખમાં ભારતની પ્રથમ હાઇ-એલ્ટિટ્યુડ હિમ ચિત્તા વાઇલ્ડલાઇફ સફારી શરૂ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

2 થી 8 ઓક્ટોબર દરમિયાન ઉજવાતા ભારતીય રાષ્ટ્રીય વન્યજીવ સપ્તાહની ઉજવણી દરમિયાન 7 ઓક્ટોબર 2026 ના રોજ લેહ ખાતેથી લદાખના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેના દ્વારા ભારતની પ્રથમ હાઇ-એલ્ટિટ્યુડ સ્નો લેપર્ડ વાઇલ્ડલાઇફ સફારીને લીલી ઝંડી આપીને પ્રારંભ કરાવવામાં આવ્યો છે. આ પહેલ સ્નો લેપર્ડ એન્ડ હાઇ-એલ્ટિટ્યુડ નેચર કન્ઝર્વેશન (SHAN) સોસાયટી અને વન, પરિસ્થિતિ વિજ્ઞાન અને પર્યાવરણ વિભાગ, લદાખ દ્વારા સંયુક્ત રીતે શરૂ કરવામાં આવી છે.
મુખ્ય વિશેષતાઓ
આનો મુખ્ય હેતુ રિસ્પોન્સિબલ વાઇલ્ડલાઇફ ટુરિઝમ, સમુદાય આધારિત સંરક્ષણ અને સ્થાનિક યુવાનો માટે ટકાઉ આજીવિકાનું સર્જન કરવાનો છે. આ સફારી માટે વિશેષ રીતે ડિઝાઈન કરાયેલા 6 ઓપન-બેક વાહનો શરૂ કરવામાં આવ્યા છે.
- પ્રારંભિક રૂટ્સ: રુમ્બાક, શ્વાંગ અને ઉલે - જે સ્નો લેપર્ડના સૌથી વધુ જોવા મળતા વિસ્તારો છે.
- આગામી રૂટ્સ: હેમિસ નેશનલ પાર્ક (લદાખમાં આવેલું ભારતનું સૌથી મોટું અને હાઇ-ઓલ્ટિટ્યૂડ નેશનલ પાર્ક), ચાંગથાંગ, કારાકોરમ વન્યજીવ અભયારણ્ય, નુબ્રા, ઝાંસ્કર, કારગિલ અને દ્રાસ.
હિમ ચિત્તા
- વૈજ્ઞાનિક નામ: પેન્થેરા અનસિયા (Panthera uncia)
- ભારતમાં મુખ્ય આવાસ: લદાખ , હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશના ટ્રાન્સ-હિમાલયન વિસ્તારો.
- વસ્તી: ભારતમાં અંદાજિત કુલ વસ્તી 718 છે જેમાંથી લદાખમાં 477 વસ્તી છે , આમ ભારતની કુલ વસ્તીના 66% થી વધુ સ્નો લેપર્ડ એકમાત્ર લદાખ ધરાવે છે.
પરીક્ષાલક્ષી પ્રશ્ન
પ્રશ્ન 1: ભારતની પ્રથમ હાઇ-એલ્ટિટ્યુડ સ્નો લેપર્ડ વાઇલ્ડલાઇફ સફારીનો પ્રારંભ ક્યાંથી કરવામાં આવ્યો?
(A) શ્રીનગર
(B) લેહ
(C) શિમલા
(D) દેહરાદૂન




