બેસ્ટ ઑફ ધ વર્લ્ડ 2027: નેશનલ જિયોગ્રાફિકની વિશ્વનાં 25 શ્રેષ્ઠ પ્રવાસન સ્થળોની યાદીમાં જયપુરનો સમાવેશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નેશનલ જિયોગ્રાફિક દ્વારા 20 ઓક્ટોબર 2026ના રોજ તેની વાર્ષિક ‘બેસ્ટ ઑફ ધ વર્લ્ડ 2027’ યાદી જાહેર કરવામાં આવી છે. વિશ્વના 6 ખંડોના 25 શ્રેષ્ઠ પ્રવાસન સ્થળોની આ યાદીમાં ભારતના રાજસ્થાન રાજ્યની રાજધાની જયપુર નો સમાવેશ કરવામાં આવ્યો છે. વર્ષ 2027 માં જયપુર શહેર તેની સ્થાપનાના 300 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે, જેના સંદર્ભમાં તેની પસંદગી કરવામાં આવી છે.
મુખ્ય આકર્ષણો અને સાંસ્કૃતિક વારસો
જયપુરમાં આયોજિત થતો વિશ્વનો સૌથી મોટો સાહિત્યિક ઉત્સવ 'જયપુર લિટરેચર ફેસ્ટિવલ' 14 થી 18 જાન્યુઆરી 2027 દરમિયાન તેની 20મી આવૃત્તિ ઉજવશે, જેમાં આશરે 4 લાખ પ્રવાસીઓ કે સાહિત્યપ્રેમીઓ ભાગ લેશે.
જયપુરમાં મકર સંક્રાંતિના અવસરે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જ્યારે ચૈત્ર મહિનામાં ગંગૌર ઉત્સવ ઉજવવામાં આવે છે. ગંગૌર ઉત્સવ દરમિયાન દેવી પાર્વતી (ગૌરી)ની પૂજા કરવામાં આવે છે અને ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે.
જયપુર તેની પરંપરાગત બ્લોક પ્રિન્ટિંગ, બ્લુ પોટરી અને મીનાકારી કારીગરી માટે વિશ્વવિખ્યાત છે.
જયપુરનો સ્થાપત્ય અને યુનેસ્કો વારસો
જયપુરની સ્થાપના વર્ષ 1727 માં મહારાજા સવાઈ જયસિંહ બીજા દ્વારા કરવામાં આવી હતી. આ શહેરની ડિઝાઇન પ્રખ્યાત વાસ્તુકાર વિદ્યાધર ભટ્ટાચાર્ય દ્વારા ગ્રીડ સિસ્ટમ અને પિંક-સિટી થીમ પર તૈયાર કરવામાં આવી હતી.
યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ
- જયપુર પરકોટ ક્ષેત્ર : વર્ષ 2019 માં યુનેસ્કોની વિશ્વ વારસા યાદીમાં સ્થાન પામ્યું.
- જંતર મંતર : 18મી સદીની ખગોળીય વેધશાળા, જે અલગથી યુનેસ્કો વિશ્વ વારસા સ્થળ છે.
- મુખ્ય સ્મારકો: સિટી પેલેસ, હવા મહેલ અને જંતર મંતર.
પરીક્ષાલક્ષી પ્રશ્ન
પ્રશ્ન 1. ‘બેસ્ટ ઑફ ધ વર્લ્ડ 2027’યાદીમાં ભારતના કયા શહેરનો સમાવેશ કરવામાં આવ્યો છે?
(A) ઉદયપુર
(B) જોધપુર
(C) જયપુર
(D) જેસલમેર




