Daily Current Affairs

7મી એગ્રીવોલ્ટેઇક્સ વર્લ્ડ કોન્ફરન્સ 2026: ભારત પ્રથમ વખત વૈશ્વિક કોન્ફરન્સનું યજમાન બન્યું

By GS Team
22 Oct 20261 min read
TukuTouch Logo
ભારત 21 થી 23 ઓક્ટોબર 2026 દરમિયાન નવી દિલ્હીમાં 7મી એગ્રીવોલ્ટેઇક્સ વર્લ્ડ કોન્ફરન્સ 2026નું આયોજન કરશે. કેન્દ્રીય નવી અને નવીનકરણીય ઊર્જા મંત્રાલય દ્વારા જર્મનીના સહયોગથી આયોજિત આ કોન્ફરન્સની થીમ “પાવરિંગ ધ ગ્લોબલ સાઉથ” છે. 1200 થી વધુ સહભાગીઓ જોડાશે અને 3 મુખ્ય સંસાધનો લોન્ચ કરાશે. આ કોન્ફરન્સ એગ્રીવોલ્ટેઇક્સ અને PM-કુસુમ યોજનાને પ્રોત્સાહન આપશે.

Summarized by AI; it may make mistakes. Check important info

7મી એગ્રીવોલ્ટેઇક્સ વર્લ્ડ કોન્ફરન્સ 2026: ભારત પ્રથમ વખત વૈશ્વિક કોન્ફરન્સનું યજમાન બન્યું

21 થી 23 ઓક્ટોબર 2026 દરમિયાન નવી દિલ્હી સ્થિત ભારત મંડપમ ખાતે 7મી એગ્રીવોલ્ટેઇક્સ વર્લ્ડ કોન્ફરન્સ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. ભારત પ્રથમ વાર ગ્લોબલ સાઉથના દેશ તરીકે આ વૈશ્વિક કોન્ફરન્સની મેજબાની કરી રહ્યું છે.

આ કોન્ફરન્સનું આયોજન કેન્દ્રીય નવી અને નવીનકરણીય ઊર્જા મંત્રાલય (MNRE) દ્વારા જર્મનીના 'ફેડરલ મિનિસ્ટ્રી ફોર ધ એન્વાયર્નમેન્ટ, ક્લાઇમેટ એક્શન, નેચર કન્ઝર્વેશન એન્ડ ન્યુક્લિયર સેફ્ટી 'ના સહયોગથી અને કોનેક્સિયો-પીએસઈ ની ભાગીદારીમાં કરવામાં આવ્યું છે. 

આ કોન્ફરન્સની મુખ્ય થીમ “પાવરિંગ ધ ગ્લોબલ સાઉથ” હતી. જેમાં  150 થી વધુ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ સહિત 1200 થી વધુ સહભાગીઓએ (હાઇબ્રિડ મોડમાં) ભાગ લીધો હતો. 

લોન્ચ કરાયેલા ૩ મુખ્ય સંસાધનો 

  1. એગ્રીપીવી પોલિસી હેન્ડબુક: MNRE દ્વારા જાહેર કરાયેલી પોલિસી માર્ગદર્શિકા.
  2. ડિસિઝન-મેકિંગ ટૂલ : ઇન્ડિયા એગ્રીવોલ્ટેઇક્સ એલાયન્સ (IAA) દ્વારા વિકસાવવામાં આવેલું ટૂલ.
  3. બુક ઑફ એબ્સ્ટ્રેક્ટ્સ: ઇન્ટરનેશનલ વોટર મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (IWMI) દ્વારા પ્રકાશિત.

એગ્રીવોલ્ટેઇક્સ અને પીએમ-કુસુમ

  • એગ્રીવોલ્ટેઇક્સ (AgriPV): એક જ જમીન પર કૃષિ પાકનું ઉત્પાદન અને સોલાર પીવી (Photovoltaic) પેનલ્સ દ્વારા સૌર ઊર્જાનું ઉત્પાદન સંયુક્ત રીતે કરવાની પદ્ધતિ. 
  • પીએમ-કુસુમ યોજના:.ખેડૂતોને સૌર ઊર્જા આધારિત સિંચાઈ પંપ અને સોલાર પાવર પ્લાન્ટ માટે સહાય પૂરી પાડતી યોજના. પીએમ-કુસુમના આગામી તબક્કામાં દેશમાં એગ્રીવોલ્ટેઇક્સને વધુ મજબૂત સપોર્ટ આપવામાં આવશે.

પરીક્ષાલક્ષી પ્રશ્ન 

પ્રશ્ન 1. 7મી એગ્રીવોલ્ટેઇક્સ વર્લ્ડ કોન્ફરન્સ 2026ની મુખ્ય થીમ કઈ હતી?

(A) ગ્રીન એનર્જી ફોર ઓલ

(B) પાવરિંગ ધ ગ્લોબલ સાઉથ

(C) વન સન, વન વર્લ્ડ

(D) સસ્ટેનેબલ એગ્રીકલ્ચર ફોર ધ ફ્યુચર