ગરબાળાના ઝરીકળશીયા ગામે ઉછીના નાંણા બાબતે ઝઘડો
-બે શખ્સો દ્વારા ત્રણ વ્યક્તિને મારમાર્યો
દાહોદ તા.10 જુલાઇ 2019 બુધવાર
ગરબાડા તાલુકાના ઝરીકળશીયા ગામે ઉછીના નાણાં બાબતે થયેલા ઝઘડામાં બે શખ્સોએ એક મહિલા સહિત ત્રણ વ્યક્તિને છુટ્ટા પથ્થરો મારી ઈજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપ્યાનું જાણવા મળે છે.
ગરબાડા તાલુકાના ઝરીકળશીયા ગામે ગેજવા ડુંગરી ફળિયામાં રહેતા મોહનભાઈ હમીરભાઈ માવી અને વિપુલભાઈ મોહનભાઈ માવી એમ બંન્ને વ્યક્તિ પોતાના જ ફળિયામાં રહેતા સવાભાઈ હિંમતભાઈ માવીના ઘરે આવ્યા હતા . બેફામ ગાળો બોલી કહેવા લાગેલા કે, તુ ઉછીના આપેલા પૈસાની કેમ અવાર નવાર માંગણી કરે છે .તેમ કહેતા સવાભાઈએ ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા ઉપરોક્ત બંન્ને વ્યક્તિએ સવાભાઈને માર માર્યો હતો.
આ દરમ્યાન વચ્ચે છોડવવા પડેલ ગોરધનભાઈ હિમલાભાઈ માવી અને શર્માબેનને છુટ્ટા પથ્થરો મારી શરીરે ઈજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપી હતી.
આ સંબંધે ગોરધનભાઈ હિમલાભાઈ માવીએ ગરબાડા પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.