Get The App

ગઢા ગામે ખેતર રખેવાળી માટે ગયેલા વૃદ્ધ ઉપર વન્ય પ્રાણીનો હુમલો

-દીપડો કે અન્ય વન્યપ્રાણી હુમલો કર્યો તે અંગે વન કર્મચારીઓ દ્વારા તપાસ

Updated: Jan 29th, 2020

GS TEAM

Google News
Google News
ગઢા ગામે  ખેતર રખેવાળી માટે ગયેલા વૃદ્ધ ઉપર વન્ય પ્રાણીનો હુમલો 1 - image

દેવગઢ બારીયા તા.29 જાન્યુઆરી 2020 બુધવાર

ધાનપુર તાલુકાના ગઢા ગામે સવારે ખેતરમાં રખેવાળી કરવા જતા એક વૃદ્ધ ઉપર વન્યપ્રાણી હુમલો કરતા વૃદ્ધ ઇજાગ્રસ્ત થતા દવાખાનામાં  સારવાર હેઠળ ખસેડાવામાં આવ્યા હતા.ધાનપુર તાલુકાના ગઢા ગામે ઉચવાસ ફળિયામાં રહેતા ઉકારસિંહ નવલસિંહ બારીયા ઉંમર વર્ષ 65  જેમના ખેતરો ઘરથી અડધો કિમી દૂર જંગલ વિસ્તારમાં નજીક આવેલા છે.હાલમાં  ખેતરમાં મકાઇની વાવણી કરી હોવાથી  સવારમાં આઠ વાગ્યે ખેતરની રખેવાળી કરવા માટે ગયા હતા .ત્યારે  જંગલ તરફથી આવેલા એક વન્ય પ્રાણીએ ઉપકાર સિંહ બારીયા ઉપર અચાનક હુમલો કરી દેતા તેઓ બૂમાબૂમ કરતા નજીકમાં ખેતરોમાંથી ખેતીકામ કરતા અન્ય ગ્રામજનો દોડી આવેલા ત્યારે બૂમાબૂમ કરતા  વન્ય પ્રાણી જંગલ તરફ ભાગી ગયુ હતું. 

આ વૃદ્ધને  માથાના ભાગમાં ગંભીર ઇજા થયેલ હોવાથી નજીકમાં જબ સેન્ટર પર લઈ જવામાં આવ્યા હતા જ્યાં તબીબે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે દેવગઢ બારિયા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા .

આ વૃદ્ધ ઉપર અચાનક હુમલો થતા દીપડાએ હુમલો કર્યો કે પછી અન્ય કોઇ વન્ય પ્રાણીએ તે વૃદ્ધને ખબર સુંધા પડી ન હતી જ્યારે આ બનાવ અંગે સ્થાનિક વનકર્મીઓ અને જાણ કરતા તેઓ   ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ બનાવથી પંથકમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે .  

Tags :