જેકોટ ગામે જમીનમાં માટી નખાવા બાબતે બે શખ્સો દ્વારા એક વ્યક્તિને મારમાર્યો
દાહોદ તા.21 ફેબ્રુઆરી 2020 શુ્ક્રવાર
દાહોદ તાલુકાના જેકોટ ગામે જમીનમાં માટી નાંખી દેવા મામલે થયેલા ઝઘડામાં બે શખ્સોેએ એક વ્યક્તિને લાકડી વડે માર મારી ઈજા પહોંચાડી ધિંગાણુ મચાવી મારી નાંખવાની ધમકી આપી હતી.
દાહોદ તાલુકાના જેકોટ ગામે મહેજી ફળિયામાં રહેતા વાઘજી મુનીયા તથા રાકેશ મુનીયાએ પોતાના ફળિયામાં રહેતા સાલમ કિકાભાઈ મુનીયાના ઘરે આવી કહેવા લાગેલા કે, તમોએ અમારી જમીનમાં માટી કેમ નાંખી, તેમ કહેતા સાલમભાઈએ ગામના આગેવાનો રૃબરૃ હટાવી લેવા જણાવતા બન્ને પોતાની સાથે લાવેલા લાકડીઓ વડે સામલભાઈને માથાના ભાગે તથા માર મારતાં સાલમભાઈનું મોથુ લોહી લુહાણ થઈ ગયુ હતુ. સામલભાઈને માર માર ઈજા પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી હતી.
આ સંબંધે ઈજાગ્રસ્ત સામલભાઈ કિકાભાઈ મુનીયાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.