દાહોદ જિલ્લામાં મારામારીના બે બનાવમાં બે વ્યક્તિને ઇજા
દાહોદ તા.1 ઓક્ટાેમ્બર 2019 મંગળવાર
દાહોદ જિલ્લામાં જુદા જુગા કારણેાસર બે બનાવોમાં ત્રણ વ્યક્તિને ઇજા થતા પોલીસ ફરિયાદ નોધાઇ હતી.
પ્રથમ બનાવ ગરબાડા તાલુકાના અભલોડ ગામે બનવા પામ્યો હતો. જેમાં હઠીવા ફળિયામાં રહેતા મનસુખભાઇ ભાભોરે તેમના જ ફળિયામાં રહેતા લીલાબેન દિનેશભાઇ ભાભોરને ગાળો બોલી તમે મારી બાઇક આગળથી કેમ નીકળો છો? તેમ કહી રણજીતભાઇ ભાભોરને માથામાં લાકડી મારી ઇજા પહોચાડી હતી.આ સંબંધે જેસાવાડા પોલિસ મથકે ફરિયાદ નોધાતા ગુનો દાખલ કરી પોલીસે તપાસ હાથ ધરી છે.
ઝાલોદ તાલુકાના ટાઢાગોળા ગામે બનવા પામ્યો હતો.જેમાં ગામમાં વડલા ફલિયામા રહેતા પ્રેમલાભાઇ સવાભાઇ ગણાવા પત્ની રતાબેન,પુત્ર શાંતિભાઇ અને પુત્રવધુ શર્મીબેન ચારેય ભેગા થઇ રસ્તા બાબતે તેમના ફળિયામાં રહેતા સમીભાઇને લાકડીથી મારતા ઇજા થઇ હતી .આ બાબચે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોધાતા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.