દાહોદ જિલ્લામાં વધુ બે કેસ કોરોના પોઝિટિવના મળી આવ્યા,કુલ આંક 20 થયો
દાહોદ તા.16 મે 2020 શનિવાર
દાહોદમાં અત્યાર સુધી ૧૮ પોઝિટિવ કેસો નોંધાયા હતા .આજરોજ વધુ બે કેસો પોઝિટિવ આવતાં કોરોના પોઝિટિવનો આંકડો 20 ઉપર પહોંચવા પામ્યો છે. આજે સવારે પાંચ દર્દીઓને સરકારની નવી ગાઈડ લાઈન પ્રમાણે રજા આપી હતી.
આજે વધુ બે કેસોમાં એક 23 વર્ષીય યુવતી દાહોદના કસ્બા વિસ્તારની છે .બીજા એક ૫૬ વર્ષીય આધેડ મહિલા ધાનપુરના મલુ ગામની છે. આ બંન્નેના આરોગ્ય તંત્રએ ટ્રાવેલીંગ ઈતિહાસ અને સંપર્કોના તપાસ શરૃ કરી દીધી છે.
આજે દાહોદમાં 127 વ્યક્તિઓના કોરોના રિપોર્ટ આવ્યા હતા.જેમાંથી 124 લોકોના કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા .બે વ્યક્તિઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર સમેત દાહોદ જિલ્લા વહીવટી તંત્રમાં દોડધામોના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ જે બે કોરોના પોઝિટિવ દર્દી પૈકી એક 23 વર્ષીય દાહોદ કસ્બા વિસ્તારમાં રહેતી શબાના શાહરૃખ પઠાણ અને બીજા એક ૫૬ ધાનપુર તાલુકાના મલુ ગામની બુચીબેન સંસુભાઈ ભાભોરના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
આરોગ્ય તંત્ર દ્વારા બંન્ને મહિલાઓના વિસ્તારોમાં સેનેટરાઈઝીંગ સહિત તેઓના ટ્રાવેલીંગ તેમજ તેમના સંપર્કમાં કોણ કોણ આવ્યું હતું તેની તપાસના ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યા છે. આજે 5 દર્દીઓને સરકારની નવી પોલીસી અનુસાર કોવીડ -19 ઝાયડસ હોસ્પિટલમાંથી રજા આપી દીધી હતી.દાહોદમાં અત્યાર સુધી કોરોના પોઝિટિવનો આંકડો 20 સુધી પહોંચી જવા પામ્યો છે અને જેમાંથી 4 એક્ટીવ કેસ છે.
-દાહોદમાં કોરોના પોઝિટિવ કેસની પરિસ્થિતિ
દાહોદમાં કુલ કેસ-20
સાજા થયા-16
મોત -00
કુલ એકટીવ કેસ -04