Get The App

દેવગઢબારીઆના ડોળખી ગામે બે બાઈક અથડાઈઃએકનું મોત

-લીમખેડાના ચોકી ગામે કારની અડફેટે એકટીવા સવારનું મોત

Updated: Nov 27th, 2018

GS TEAM

Google News
Google News

દાહોદ,તા.27 નવેમ્બર 2018 મંગળવારદેવગઢબારીઆના ડોળખી ગામે બે બાઈક અથડાઈઃએકનું મોત 1 - image

દાહોદ જિલ્લામાં વાહનચાલકોની ગફલત અને વધુ પડતી ઝડપના કારણે માર્ગ અકસ્માતના બનાવોમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે તેવા સમયે  જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએ માર્ગ અકસ્માતના બનેલા બે બનાવોમાં બે વ્યÂક્તઓના મોત નીપજ્યાનુ જ્યારે એક બાળક સહિત બે ઈજાગ્રસ્ત થયાનું જાણવા મળે છે.

માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ દેવગઢ બારીઆ તાલુકાના ડોખળી ગામે બનવા પામ્યો હતો જેમાં દેવગઢ બારીઆ તાલુકાના ડાંગરીયા ગામે રહેતા છત્રસીંગ કલસીંગ નામક ઈસમે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી દેવગઢ બારીઆ તાલુકાના ઝાબીયા ગામે બારીયા ફળિયામાં રહેતા કિરણભાઈ છત્રસીંગ બારીયા અને તેઓ પોતાની સાથે પોતાના નાના બાળકને પાછળ બેસાડી મોટરસાઈકલ પર પસાર થઈ રહ્યા હતા તે સમયે છત્રસીંગે પોતાની મોટરસાઈકલને પુરઝડપે હંકારી લાવી કિરણભાઈ બારીયાની મોટરસાઈકલને અડફેટમાં લઈ ટક્કર મારતા  કિરણભાઈ બારીયા અને બાળક એમ બંન્ને જમીન પર ફંગોળાયા બંન્ને શરીરે ઈજાઓ થઈ હતી જેમાં કિરણભાઈને શરીરે,હાથે,પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેઈ ઈજાઓ થતા તેઓને સારવાર માટે નજીકના દવાખાને લઈ ગયા હતા જ્યા સારવાર દરમ્યાન કિરણભાઈ બારીયાનુ મોત નીપજ્યુ હતુ. આ સંબંધે દેવગઢ બારીઆ તાલુકાના ઝાબીયા ગામે બારીયા ફળિયામાં રહેતા અરવિંદભાઈ છત્રસીંહ બારીયાએ  દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

માર્ગ અકસ્માતનો બીજા બનાવ લીમખેડા તાલુકાના ચોકી ગામે બનવા પામ્યો હતો જેમાં સીંગવડ તાલુકાના કાળીયારાઈ, દુકાન ફળિયામાં રહેતા પ્રદિપભાઈ વિરસીંગભાઈ ગોદીયા અને તૃષિકકુમાર એમ બંન્ને જણા એક એક્ટીવા મોટરસાઈકલ પર સવાર થઈ ચોકી ગામેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે એક ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી પ્રદિપભાઈ વિરસીંગભાઈ ગોદીયાની એક્ટીવા મોટરસાઈકલને અડફેટમાં લઈ જાશભેર ટક્કર મારતા પ્રદિપભાઈ અને તૃષિકકુમાર એમ બંન્ને મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયા હતા જેમાં તૃષિકકુમારને શરીરે,હાથે,પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતા તેમનુ સારવાર દરમ્યાન મોત નીપજ્યુ હતુ. આ સંબંધે  સીંગવડ તાલુકાના કાળીયારાઈ ગામે, દુકાન ફળિયામાં રહેતા ચંપકભાઈ વિરસીંગભાઈ ગોદીયાએ રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Tags :