ટ્રકની બ્રેક ફેઈલ થતાં રાજધાની એકસપ્રેસ ટ્રેન સાથે અથડાઈ
- ટ્રક ચાલકનું મોતઃ એક કોચ ડિરેઈલઃ ટ્રકનો કચ્ચરઘાણ
- સેંકડો પેસેન્જરોનો જીવ તાળવે ચોંટી ગયા
દાહોદ,તા.18,ઓક્ટોબર,2018,ગુરૂવાર
મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના મેઘનગર અને થાંદલા રોડ વચ્ચે આવેલ સંજેલી રેલવે ફાટક ખાતે આજે વહેલી સવારે એક ટ્રકની બ્રેક ફેઈલ થઈ જતાં ફાટક પરથી પસાર થતી રાજધાની એક્સપ્રેસ ટ્રેન સાથે ધડાકાભેર અથડાતા ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી તેથી સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ટ્રકનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. ઘટનાને પગલે ટ્રકના ડ્રાઈવરનુ સ્થળ પર મોત નીપજ્યુ હતુ.
બનાવની જાણ રેલવે વિભાગના અધિકારી વિગેરેને થતાં કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સર્જાયેલ અકસ્માતમાં એક્સપ્રેસ ટ્રેનનો એક ડબ્બો પાટા પરથી ઉતરી ગયો હતો અને એક ક્ષણે રાજધાની એક્સપ્રેસના સેંકડો પેસેન્જરોનો જીવ તાળવે ચોંટી ગયા હતા અને સદ્નસીબેન ટ્રેનના પેસેન્જરોના જીવ બચી જતા મોટી દુર્ઘટના બનતી અટકી હતી.
આજે સવારના 6.30 કલાકના સમયગાળા દરમ્યાન મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના થાંદલા રોડ રેલ્વે સ્ટેશન થી બે કિલોમીટર દુર સજેલી ફાટક ગેટ નંબર ૬૨ તરફ એક ટ્રક ની બ્રેક ફેઈલ થતાં ટ્રક રેલ્વે ફાટક તરફ પુરઝડપે ઘસી આવતી હતી તે જ સમયે ત્યાથી રાજધાની એક્સપ્રેસ સુપર ફાસ્ટ ટ્રેન પસાર થઈ રહી હતી.
ટ્રક પુરઝડપે દોડી આવતા જાતજાતામાં ટ્રક રાજધાની એક્સપ્રેસન સાથે ધડાકાભેર અથડાતા ટ્રકના ભુક્કે ભુક્કા બોલાઈ ગયા હતા અને ટ્રક ડ્રાઈવરનુ સ્થળ પર મોત નીપજ્યુ હતુ. બનાવથી રાજધાની એક્સપ્રેસ ટ્રેનનો એક ડબ્બો પાટા પરથી ઉતરી જતા એકક્ષણે ટ્રેનના પેસેન્જરોના જીવ તાળવે ચોટી ગયા હતા અને મોટી દુર્ઘટના બનતી અટકી હતી.
ઘટનાની જાણ જીઆરપી,આરપીએફ, સહિત રેલ્વેના ઉચ્ચ અધિકારીઓને થતાં તમામ કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો.ઘટનાથી દિલ્હી મુંબઈઇ ટ્રેકને અવરોધ નડ્યો હતો અને ટ્રેનને થોડા સમય માટે રોકવાની ફરજ પડી હતી.
રેલ્વે ટ્રેકનું તાત્કાલિક ધોરણે કામકાજ હાથ ધર્યા બાદ ટ્રેકનને આગળ જવા રવાના કરવામાં આવી હતી.ઉપરોક્ત ઘટનાને પગલે મધ્યપ્રદેશ સહિત દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.