સાલીયા ગામે કારની અડફેટે રાહદારીનું મોત
-કાર ચાલક અકસ્માત સર્જી ફરાર
દાહોદ તા.17 સપ્ટેમ્બર 2019 મંગળવાર
દેવગઢ બારીઆ તાલુકાના સાલીયા ગામે એક ફોર વ્હીલર ગાડીની અડફેટે એક રાહદારી આવી જતાં ઘટના સ્થળ પર મોત નિપજ્યુ હતુ.જ્યારે ગાડીનો ચાલક પોતાના કબજાની ગાડી સ્થળ પર મુકી ફરાર થઇ ગયો હતો.
દેવગઢ બારીઆ તાલુકાના ગુણા ગામે સીકારી ફળિયામાં રહેતા રમેશભાઈ ફતાભાઈ બારીયા ગત રોજ દેવગઢ બારીઆના સાલીયા ગામેથી પસાર થઈ રહ્યા હતા .તે સમયે એક ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલરની અડફેટે રમેશભાઈ આવી જતાં ટક્કરના કારણે રમેશભાઈનું ઘટના સ્થળ પર મોત નીપજ્યુ હતુ. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી હતા જ્યારે ફોર વ્હીલર ગાડીનો ચાલક પોતાના કબજાની ગાડી સ્થળ પર મુકી નાસી ગયો હતો.
આ સંદર્ભે દેવગઢ બારીઆ તાલુકાના ગુણા ગામે શિકારી ફળિયામાં રહેતા મોહનભાઈ ફતાભાઈ બારીયાએ દેવગઢ બારીઆ પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.