દાહોદના કસ્બા જુના વણકરવાસમાં ગાયની કતલ કરનાર ત્રણ પૈકી એક શખ્સની ધરપકડ
-ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ
દાહોદ તા.25 ઓક્ટાેબર 2019 શુક્રવાર
દાહોદ કસ્બા જુના વણકરવાસમાં પોલીસે ઓચિંતો છાપો મારી વેચાણ કરી આાૃર્થીક લાભ મેળવવાના ઈરાદાથી ગાયની કતલ કરનાર ત્રણ શખ્સો પૈકી એકની ધરપકડ કરી રૂ.10 હજાર ની કિંમતની કતલ કરેલ ગાયની દફન વિધી કરી હતી. જ્યારે બાકીના બે શખ્સો પોલીસનો છાપો જોઈ નાસી ગયા હતા.
દાહોદ, કસ્બા જુના વણકરવાસમાં રહેતા શરીફભાઈ મોહંમદભાઈ કુરેશી, સબ્બીર શરીફભાઈ કુરેશી તથા રઈશભાઈ સત્તારભાઈ કુરેશી એમ ત્રણે શખ્સ શરીફભાઈ મહંમદભાઈ કુરેશીના ઘરમાં ગાયની કતલ કરતા હોવાની દાહોદ પોલીસને બાતમી મળતા દાહોદ ટાઉન પોલીસની ટીમે ગત રોજ બપોરે શરીફભાઈ મહંમદભાઈ કુરેશીના ઘરમાં ઓચિંતો છાપો મારી રઈશભાઈ સતારભાઈ કુરેશીને ઝડપી પાડયો હતો. જ્યારે શરીફભાઈ કુરેશી તથા શબ્બીરભાઈ કુરેશી પોલીસને ચકમો આપી નાસી ગયા હતા. પોલીસે શરીફ કુરેશીના ઘરમાંથી રૂ. 10 હજાર ની કિંમતની એક ગાય કાપેલી હાલતમાં પકડી પાડી કબ્જે લઈ તેની દફનવિધી કરી હતી.
આ સંબંધે દાહોદ ટાઉન પોલીસે દાહોદ કસ્બા, જુનાવણકરવાસમાં રહેતા શરીફ કુરેશી, સબ્બીર કુરેશી તથા રઈશ કુરેશી વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.