Get The App

ગામડી ગામે પોલીસ ફરિયાદના સમાધાનના મામલે જુથ અથડામણઃમહિલા સહિત ત્રણને ઈજા

-ઝાલોદ પોલીસમાં બંને પક્ષનાની સામસામે ફરિયાદ

Updated: Nov 9th, 2019

GS TEAM

Google News
Google News
ગામડી ગામે  પોલીસ ફરિયાદના સમાધાનના મામલે જુથ અથડામણઃમહિલા સહિત ત્રણને ઈજા 1 - image

દાહોદ તા.9 નવેમ્બર 2019 શનિવાર

 ઝાલોદ તાલુકાના ગામડી ગામે પોલીસમાં ફરિયાદ આપવા મામલે સમાધાનના  પ્રશ્ને  થયેલા  ઝઘડામાં અને  ગાડીને ટક્કર મારવા મામલે બે પક્ષો વચ્ચે થયેલી  મારામારીના બનાવમાં એક મહિલા સહિત ત્રણ  વ્યક્તિને  ઈજા થવા પામી હતી.

 ઝાલોદ તાલુકાના ગામડી ગામે માળી ફળિયામાં રહેતા રાહેલબેન ઝુલેશભાઈ ગણાવા તથા તેમના પતિ રાહેલભાઈ દાઉદભાઈ ગણાવા એક  ગાડીમાં સવાર થઈ પસાર થઈ રહ્યા હતા .તે સમયે ગાડી પેટ્રોલ પંપ પર ફોર વ્હીલર ગાડીમાં પેટ્રોલ ભરાવતાં હતા .તે સમયે ત્યા ગામમાં દેવળ ફળિયામાં રહેતા અલ્કેશભાઈ અનિલભાઈ ભુરીયા, ચંન્દ્રેશભાઈ અનિલભાઈ ભુરીયા અને મનિષભાઈ ચુનિલાલ ભુરીયાનાઓ ત્યા આવી રાહેલબેન અને તેમના પતિ ઝુલેશભાઈને બેફામ ગાળો બોલી કહેવા લાગેલા કે, અમારા વિરૂધ્ધ આપેલ ફરિયાદનું કેમ સમાધાન કરતાં નથી, તેમ કહી  માર મારી શરીરે ઈજા પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી હતી.આ સંબંધે ઈજાગ્રસ્ત રાહેલબેન ઝુલેશભાઈ ગણાવાએ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 સામાપક્ષેાથી ઝાલોદ તાલુકાના ગામડી ગામે દેવળ ફળિયામાં રહેતા ચંન્દ્રેશભાઈ અનિલભાઈ ભુરીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા  મુજબ , ઝાલોદ તાલુકાના ગામડી ગામે માળી ફળિયામાં રહેતા સતિષભાઈ ઝુલેશભાઈ ગણાવા, ઝુલેશભાઈ દાઉદભાઈ ગણાવા, રાહેલબેન ઝુલેશભાઈ ગણાવા  દારૃ પીધેલી  હાલતમાં પોતાના કબજાની  ગાડીમાં સવાર થઈ ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યા હતા .તે સમયે ચંદ્રેશભાઈ ભુરીયાની  ગાડીને અડફેટે  લેતાં  ચંદ્રેશભાઈને શરીરે ઈજા પહોંચી હતી અને ઉપરોક્ત ત્રણેય જણાએ ચંદ્રેશભાઈને મારી નાંખવાની ધમકી આપી હતી. આ સંબાધે ઈજાગ્રસ્ત ચંદ્રેશભાઈ અનિલભાઈ ભુરીયાએ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.  

Tags :