લીમખેડા અને ઝાલોદ તાલુકામાંથી લોક કરેલી બે બાઈકની ચોરી
દાહોદ તા.31 જુલાઇ 2019 બુધવાર
દાહોદ જિલ્લાના લીમખેડા અને ઝાલોદ તાલુકામાંથી લોક મારી પાર્ક કરેલ બે મોટરસાઈકલની ચોરાઈ ગઈ હતી.
મોટરસાઈકલ ચોરીનો પહેલો બનાવ લીમખેડા નગરના માર્કેટ રોડ પાસે બનવા પામ્યો હતો. લીમખેડામાં રહેતા પવનકુમાર લલિતભાઈ અગ્રવાલે પોતાની મોટરસાઈકલ ગત તા.૨૭મીના રોજ લીમખેડા નગરના માર્કેટ રોડ ખાતે લોક મારી પાર્ક કરી હતી.જેનું લોક તોડી ચોરાઈ જવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
અન્ય બનાવમાં ઝાલોદ તાલુકાના ચાટકા ગામે નીચવાસ ફળિયામાં રહેતા દિનેશભાઈ કનુભાઈ ભુરીયા ગત તા.૨૧મીના રોજ ઝાલોદ તાલુકાના લીમડી બસ સ્ટેશન ખાતે લોક મારી પાર્ક કરેલી મોટરસાઈકલ ચોરાઈ જતાં આ સંબંધે દિનેશભાઈ કનુભાઈ ભુરીયાએ લીમડી પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.