દાહોદ પંથકમાં ભરાતા જન્માષ્ટમીના મેળાની પરંપરા લુપ્ત થવાના આરે
-આ વર્ષે ક્યાં અને કંઇ જગ્યાઅ મેળો ભરાશે અથવા નહીં ભરાય તે અંગે પ્રશ્નાર્થ
દાહોદ તા.22 ઓગષ્ટ 2019 ગુરૂવાર
દાહોદ શહેરમાં વર્ષોથી ચાલી આવતો જનમાષ્ટમીનો મેળો દાહોદવાસીઓમાં લોકપ્રિય સાથે ઉમંગભેર ઉજવાતો હતો પરંતુ આ જનમાષ્ટમીનો મેળો હવે આ વર્ષે એટલે કે, હવે માત્ર બે દિવસ બાકી છે .આ મેળો દાહોદ શહેરમાં કંઈ જગ્યાએ લાગશે કે પછી લાગશે કે પણ નહીં જેવા અનેક પ્રશ્નો લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે.અત્યાર સુધી તો શહેરમાં મેળાનું કોઈ પણ ન જણાતા વર્ષે મેળો નહીં ભરાય તેવુ પ્રતિત થઈ રહ્યુ છે ધીરે ધીરે આ પરંપરા લુપ્ત થવાની ચોક્કસ આરે છે.
દાહોદવાસીઓ માટે જનમાષ્ટીનો તહેવાર પહેલા રંગચંગે અને ઉત્સાહ,ઉમંગભેર ઉજવાતો હતો. આ સાથે જ પ્રથમ તો દુધિમતી નદીના વિસ્તાર ખાતે જન્માાષ્ટમીનો ભવ્ય મેળો ભરાતો હતો .બાદમાં દાહોદ શહેરના સીટી ગ્રાઉન્ડ પર આવ્યો ત્યાર બાદ છેલ્લે સ્ટેશનરોડ મુસાફર ખાનાની સામે ભરાતો હતો .આ વર્ષે તો દાહોદના કોઈપણ સ્થળે મેળાનું નામો નિશાન ન જોવાતા લોકોમાં અનેક ચર્ચાઓએ જાર પકડયું છે.
વર્ષો જુની પરંપરાનો હવે અંત આવશે તેમ પ્રતિત થઈ રહ્યુ છે. હવે માત્ર જન્માષ્ટમીને આડે બે દિવસ બાકી છે.મેળો કંઈ જગ્યાએ ભરાશે? ભરાશે કે પછી નહીં? હવે આગામી વર્ષોમાં મેળોનું શહેરમાં કોઈ રંગરૃપ જાવા મળશે કે પછી નહીં? જેવા અનેક સવાલો દાહોદવાસીઓના મનમાં ઉદ્ભવી રહ્યા છે. ધીરે ધીરેે મેળો લુપ્ત થતો તો હતો જ પરંતુ હવે તો નામોનિશાન જ મટી ગયુ છે.