Get The App

દેવધા ગામે શાળાના આચાર્ય ૨૦ હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપાયા

-સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત સિઝનલ હોસ્ટેલ શરૂ કરવા અભિપ્રાય આપવા લાંચ માંગી હતી

Updated: Jan 11th, 2019

GS TEAM

Google News
Google News
દેવધા ગામે શાળાના આચાર્ય  ૨૦ હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપાયા 1 - image

દાહોદ તા.૧૦

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના દેવધા ગામે એક પ્રાથમીક શાળાના આચાર્ય સર્વે શિક્ષા અભિયાન યોજના અંતર્ગત એક નાગરિક પાસેથી સિઝનલ હોસ્ટેલ શરૂ કરવા માટે અભિપ્રાય આપવા માટે આ કામ માટે રૂ.૨૦,૦૦૦ હજારની લાંચ લેવા આચાર્ય રંગે હાથ ઝડપાયા હતા.

દાહોદ એસ.સી.બી.પોલીસના હાથે ઝડપાઈ જતાં શૈક્ષણિક આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

એક જાગૃત નાગરિકે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના દેવધા ગામે આવેલ મંદિર ફળિયા પ્રાથમીક શાળાના આચાર્ય વિપુલભાઈ રમણલાલ પ્રજાપતિ (રહે.અશ્વમેઘ સોસાયટી, દાહોદ અને મુળ રહે.હિરાપુર, તા.સંતરામપુર, જિ. મહીસાગર)ના સમ્પર્કમાં આવ્યા હતા. સર્વ શિક્ષા અભિયાન યોજના અંતર્ગત ચાર માસ માટે સિઝનલ હોસ્ટેલ શરૂ કરવા માટે અભિપ્રાય આપવા આ કામ માટે આચાર્ય વિપુલભાઈ રમણલાલ પ્રજાપતિએ લાંચ પેટે વ્યક્તિ પાસે રૂ.૨૦,૦૦૦ ની માંગણી કરી હતી.

 આ બાદ વ્યક્તિએ દાહોદ એ.સી.બી.પોલિસનો સંપર્ક કરી ઉપરોક્ત તમામ હકીકતો વિશે વાકેફ કરતાં એ.સી.બી. પોલીસના  ટ્રેપ અધિકારી એ.કે.વાઘેલા અને તેમના સ્ટાફે આજરોજ દેવધા ગામની મંદિર ફળિયા પ્રાથમીક શાળામાં છટકુ ગોઠવ્યુ હતુ .

આ દરમ્યાન આચાર્ય વિપુલભાઈ રમણલાલ પ્રજાપતિ વ્યક્તિ પાસેથી રૂ.૨૦,૦૦૦ હજારની લાંચ લેતા રંગેહાથે એ.સી.બી.પોલિસના હાથે ઝડપાઈ જતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Tags :