ડાયાબિટીસની સારવાર કરાવવા દવાખાને ગયેલા પ્રૌઢનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
દાહોદ તા.28 જુન 2020 રવીવાર
દાહોદના રહેવાસી 57 વર્ષીય આધેડ ઇસમનો વડોદરા ખાતે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા આ દર્દીને વડોદરાની હોસ્પિટલ ખાતે જ રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
દાહોદ શહેરના મોટા ઘાંચીવાડ વિસ્તારમાં રહેતા ૫૭ વર્ષના રસિદભાઈ એસ.ગરબાડાવાળા ગત તારીખ ૨૩મી જૂનના રોજ ડાયાબિટીસની સારવાર માટે વડોદરા મુકામે ગયા હતા. સારવાર કરાવતા પહેલા આ રસીદભાઇના કોરોના સેમ્પલો લેવામાં આવ્યા હતા.
આજરોજ દાહોદ જિલ્લા આરોગ્ય તંત્ર પાસેથી સત્તાવાર મળેલ માહિતી મુજબ આ દાહોદના રસિદભાઈનો કોરોના રિપોર્ટ વડોદરામાં પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવ્યું છે. વડોદરામાં આ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.