દેવગઢ બારીઆમાં જાહેરનામાંના ભંગ બદલ મોલને સીલ કરાયો
દેવગઢ બારીયા તા.27 એપ્રિલ 2020 સાેમવાર
દેવગઢબારિયા નગરમાં આવેલા આધાર મોલ દિવસ દરમિયાન ચાલુ રહેતા પાલિકા તંત્ર દ્વારા મોલને બંધ કરી દેવાતા અન્ય વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો.
કોરોના વાઈરસનો સંક્રમણ અટકાવવા લોક ડાઉન કરી દીધુ છે .જિલ્લા કલેકટર દ્વારા એકથી વધુ લોકો એકત્ર ભેગા ન થવા તેમજ સોશ્યલ ડિસ્ટન્સ સહિતનું એક જાહેર નામુ બહાર પાડયુ છે .આ જાહેરનામનાની અમલવારી કેટલાક સ્થાનિક લોકો કરી રહ્યા છે તો ક્યાંક સોશિયલ ડિસ્ટન્સ ના જળવાતું હોવાનું દેખાઈ રહ્યું છે
રાજ્ય સરકાર દ્વારા તા.૨૫ એપ્રિલ ના રોજ કેટલીક દુકાનો ખોલવાની જાહેરાત કરાતા દેવગઢ બારીઆનગરમાં આવેલા આધાર મોલના સંચાલક દ્વારા તા. ૨૬ એપ્રિલ ના રોજ મોલ વહેલી સવારથી ખોલી મોડી સાંજ સુધી ખુલ્લો રાખતા પાલિકાના ચીફ ઓફિસરને જાણ થતાં સ્ટાફ સાથે દોડી જઈ મોલ કેમ ખુલ્લો રાખ્યોનું પૂછતાં તેમણે આ મોલ ચાલુ રાખવા ઉપરથી તેમને સૂચન કર્યું હોવાનું જણાવ્યું હતું.
દાહોદ જિલ્લા કલેકટરના જાહેર નામાંનો ભંગ થયો હોવાથી તાત્કાલિક બીજી સુચનાના મળે ત્યાં સુધી આ આધાર મોલ બંધ કર્યો હતો .આ મોલ તંત્ર દ્વારા બંધ કર્યો હોવાની વાત પ્રસરતાં નગરના અન્ય વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો.