ખરેડી ગામે ખેતરમાં તાપણાની ઝાળથી દાઝી ગયેલી મહિલાનું મોત
ખરેડી ગામે ખેતરમાં તાપણાની ઝાળથી દાઝી ગયેલી મહિલાનું મોત
દાહોદ,તા.25,જાન્યુઆરી,2019,શુક્રવાર
ખરેડી ગામે ખેતરમાં તાપણું કરી તાપી રહેલી ૪૦ વર્ષીય મહિલા રહેલી સખત દાઝી જતા તેને વડોદરા સારવાર માટે ખસેડવામાં આવતા જ્યાં ર૯ દિવસની સારવાર બાદ તેનું ગતરોજ હોસ્પીટલમાં મોત નિપજ્યાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત વિગત અનુસાર ખરેડી ગામે ડુંગરા ફળીયામાં રહેતી ૪૦ વર્ષીય લીલાબેન ગોવિંદભાઈ પરમાર ગત તા.રપ.૧ર.૧૮નારોજ સવારે ે પોતાના ખેતરમાં તાપણું કરી તાપતી હતી. તે વખતે અચાનક આગની ઝાળ તેણે પહેરેલા કપડાન ે લાગી જતા શરીરે સખત દાઝી ગઈ હતી.
જેને સારવાર માટે ૧૦૮ મારફતે દાહોદ સીવીલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ ઈજાની ગંભીરતાને ધ્યાને લઈ પ્રાથમિક સારવાર બાદ તેણીને વધુ સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલમાં રીફર કરી હતી. જ્યાં સારવાર દરમ્યાન ગત રોજ મોત નિપજ્યું હતુ.
આ સંબંધે રાવપુરા પાેલીસ સ્ટેશનના કાન્ટ્રેબલે દાહાેદ તાલુકા પાેલીસને જાણ કરતાં પાેલીસે અા સંદર્ભે અકસ્માત માેતનાે ગુનાે નાેધી તપાસ હાથ ધરી છે.