દાહોદ શહેરમાં પુનઃ નગર પાલિકા તંત્ર દ્વારા દબાણો દૂર કર્યા
-પાલિકાની ટીમ આવતા કેટલાક લોકોએ સ્વેચ્છાએ દબાણો દૂર કરી દીધા
દાહોદ તા.16 સપ્ટેમ્બર 2019 સાેમવાર
દાહોદ શહેરમાં પુનઃ દાહોદ નગર પાલિકા તંત્ર સજાગ થતા ગેરકાયેદે દબાણો હટાવવાની કામગીરીમાં લાગી ગયુ છે. દાહોદ શહેરના મંડાવ રોડથી રળીયાતી રોડ ખાતે આવેલા ગેરકાયેદે દબાણો,ઓટલાઓ, ઝુકાટો વગેરે તોડી પાડયા હતા. નગર પાલિકાના સત્તાધીશોની હાજરીમાં દબાણ હટાવવાની કામગીરી કરાઇ હતી.
દાહોદ નગર પાલિકા દ્વારા પુનઃ ફરી એકવાર દાહોદ શહેરમાં ગેરકાયદે દબાણી હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી.શરૃઆત મંડાવ રોડથી રળીયાતી રોડ તરફ જતાં વિસ્તારમાં કરવામાં આવી છે.
આ વિસ્તારમાં દુકાનોની આગળના ઝુકાટો, ઘરો,દુકાનો ઓટલાઓ વગેરે તોડી પાડી ગટરો પહોંળી કરવાની કામગીરી હાથ ધરી છે. દબાણ કટાવ કામગીરીથી શહેરમાં દબાણ કર્તાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. આ વિસ્તારમાં પાલિકાની ટીમ આવવાની માહિતી મળતા કેટલાક લોકોએ સ્વેચ્છાએ દબાણો દુર દીધા હતા.