દાહોદ શહેરના રેલવે કોલોની પાસે યુવકની લાશ મળી આવી
દાહોદ તા.8 નવેમ્બર 2019 શુક્રવાર
દાહોદ શહેરના રેલ્વે કોલોની તરફાૃથી એક 32 વર્ષીય યુવકની આજ રોજ વહેલી સવાર લાશ મળી આવી હતી.આ યુવકની હત્યા કરવામાં આવી કે તેને હત્યા કરી? જેના અનેક પ્રશ્નો હાલ પ્રજામાં વહેતા થયા છે ત્યારે સઘળી હકીકત તો પોલીસ તપાસમાં જ બહાર આવે તેમ છે.
ઝાલોદ તાલુકાના મુવાડા ગામે રાયણ ફળિયામાં રહેતા 32 વર્ષીય સુરેશભાઈ ભીમજીભાઈ ભાભોરની લાશ આજ રોજ વહેલી સવારે દાહોદ શહેરના રેલ્વે કોલોની સ્થિત પાણીની ટાંકી ભુતપગલાં તરફ જવાના રસ્તેાથી મળી આવી હતી. આ ઘટનાની જાણ રેલ્વે પોલીસને થતાં પોલીસ કાફલો પણ સૃથળ પર દોડી આવ્યો હતો. લાશનો કબજા મેળવી નજીકના દવાખાના પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે.
આ ઘટના સંદર્ભે નગરજનો તથા ઉપસિૃથત લોકોમાં અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે. લોકોમાં ચર્ચાના પ્રમાણે આ યુવકે ટાંકી પરથી કુદી આત્મહત્યા કરી હશે કે તેની હત્યા કરી દેવામાં આવી હશે? જેવા અનેક પ્રશ્નો લોકમાનસમાં ઉદ્ભવવા પામ્યા છે. વધુમાં જાણવા મળ્યા મુજબ આ યુવક દાહોદ ખાતે છુટક મજુરી કરતો હતો પરંતુ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવે તો અનેક સઘળી હકીકત બહાર આવે તેમ છે.