શીંગેડા ગામે ખેતરમાંથી દારૂ ઝડપાયોઃબૂટલેગર ફરાર
દાહોદ તા.8 માર્ચ 2020 રવીવાર
દેવગઢ બારીઆ તાલુકાના શીંગેડી ગામેથી પોલીસને મળેલી બાતમીના આધારે એક શખ્સના મકાઈના ખેતરમાં સંતાડી રાખેલા વિદેશી દારૂતથા બીયરની બોટલો જેની કુલ રૂ.91,200 નો પ્રોહી જથ્થો જપ્ત કર્યો હતો જ્યારે પોલીસને જોઈ બુટલેગર નાસી જવામાં સફળ રહ્યેા હતો.
દેવગઢ બારીઆ તાલુકાના શીંગેડી ગામે રહેતો નરવતભાઈ પટેલના ઘરની થોડે દુર આવેલા તેઓના મકાઈના ખેતરમાં પોલીસે ગત તા.7 મી માર્ચના રોજ મળેલી બાતમીના આધારે ઓચિંતી પ્રોહી રેડ પાડી હતી .આ દરમ્યાન પોલીસને જાઈ નરવત પોલીસને જોઈ નાસી ગયો હતો.પોલીસે મકાઈના ખેતરમાંથી વિદેશી દારૂ તથા બીયરની પેટીઓમાંથી નાની મોટી બોટલો કુલ રૂ.91,200 નો પ્રોહી જથ્થો પોલીસે જપ્ત કરી શખ્સ વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.