Get The App

ગરબાડા રોડ ખાતે હાટ બજારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

Updated: Nov 6th, 2019

GS TEAM

Google News
Google News
ગરબાડા રોડ ખાતે હાટ બજારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા 1 - image

દાહોદ તા.6 નવેમ્બર 2019 બુધવાર

 દાહોદ શહેરના ગરબાડા રોડ પર દર બુાૃધવારે ભરાતાં હાટ બજાર ભરાય છે. આ હાટ બજારમાં દર હાટમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે .જેના પગલે વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

 દર બુધવારના રોજ દાહોદ શહેરના ગરબાડા રોડ ખાતે હાટ બજાર ભરાય છે. આ હાટ બજારમાં મોટી સંખ્યામાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો ખરીદી માટે તથા ચીજવસ્તુઓનું વેચાણ માટે પણ આવે છે.

 દિવાળી પુર્ણ થયા બાદ હાટ બજાર ભરાતા ખરીદી કરવા લોકોની ભારે ભીડ પણ જામે છે. આવા સમયે આજરોજ આ હાટ બજારમાં ટ્રાફિકના દ્રશ્યો   સર્જાયા હતા. કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો તાૃથા રાહદારીઓ  પરેશાન થઈ ગયા હતા.   ટ્રાફિક પોલીસને આ બાબતની નોંધ લઈ ટ્રાફિકનું ભારણ હળવુ કરાતાં રાબેતા મુજબ ફરી આવન જાવન શરૃ થઈ હતી.  આ હાટ બજારને ધ્યાને લઈ લાગતા વળગતાં તંત્ર દ્વારા ચોક્કસ નિરાકરણ લાવવા આવે જેથી વાહન ચાલકો તેમજ હાટ બજારમાં આવતા લોકોની સુવિધા પુરી પડાય તેવા પગલાં લેવા સમયની માંગ છે.  

Tags :