ગરબાડાના સહાડા ગામ પાસે બે બાઇક સામસામે ટકરાંતા એક વ્યક્તિનું મોત
દાહોદ તા.27 સપ્ટેમ્બર 2019 શુક્રવાર
ગરબાડા તાલુકાના સહાડા ગામે બે બાઇક સામ સામે આૃથડાતા એક વ્યક્તિનું મોત નીપજ્યુ હતુ.
ગરબાડા તાલુકાના સહાડા ગામે એક બાઇકના ચાલકે પોતાના કબજાની બાઇક પુર ઝડપે હંકારી લાવી સામે આવતા મધ્ય પ્રદેશના અલીરાજપુર ખાતે છોટાફાડા ગામે રહેતા કેકરીયાભાઈ પીરૃભાઈ માવીની બાઇક સાથ અથડાવતા કેકરીયાભાઈ પીરૃભાઈ માવીને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેમનુ મોત નીપજ્યુ હતુ.
આ સંદર્ભે મધ્યપ્રદેશના અલીરાજપુર ખાતે છોટાફારા ગામે રહેતા ભીસનભાઈ માદરીયાભાઈ માવીએ ગરબાડા પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.