સાગટાળા ગામ પાસે કારમાંથી દારૂ સાથે ત્રણ શખ્સ ઝડપાયા
-રૂ.55 હજારનો દારૂનો જથ્થો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી
દાહોદ તા.11 ઓક્ટાેબર 2019 શુક્રવાર
દેવગઢ બારીઆ તાલુકાના સાગટાળા પોલિસે નાકાબંધી કરી તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરી હતી.તે સમયે એક અલ્ટો ગાડી ત્યાથી પસાર થતાં તેની તલાસી લેતા પોલિસે તેમાંથી કુલ રૃ.૫૫,૩૮૦ ના પ્રોહી જથૃથા સાથે ત્રણ શખ્સની અટક કરી ગાડી કબજે લીધી હતી.
ગીરીશભાઈ ઉર્ફે લાલો રમણભાઈ પરમાર (રહે.તખતપુરા મંદિર ફળિયુ,તા.હાલોલ, જી.પંચમહાલ), સંજયભાઈ ગોવિંદભાઈ પરમાર (રહે.તખતપુરા મંદિર ફળિયુ,તા.હાલોલ, જી.પંચમહાલ) અને જયેશભાઈ ભારતભાઈ ચૌહાણ (રહે.બળીયાદેવ (તખતપુરા), તા.હાલોલ, જી.પંચમહાલ) ગત રોજ પોતાના કબજાની અલ્ટો ફોર વ્હીલર ગાડી લઈ દેવગઢ બારીઆ તાલુકાના સાગટાળા ગામેથી પસાર થઈ રહ્યા હતા .
તે સમયે સાગટાળા ગામે રોડ પર નાકાબંધી કરી ઉભેલી પોલિસે અલ્ટો ગાડીને ઉભી રખાવી ગાડીની તલાસી લીધી હતી.તે ગાડીમાંથી વિદેશી દારૃની નાની મોટી બોટલો નંગ.156 જેની કુલ રૂ.55,380 ના પ્રોહી જથ્થા સાથે અલ્ટો ગાડી રૂ.3 લાખ કુલ મળી3,55,380 ના મુદ્દામાલ સાથે ઉપરોક્ત ત્રણેય શખ્સની સાગટાળા પોલિસે અટક કરી પ્રોહીનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.