Get The App

ગલાલીયાવાડ ગામે બંદુકની અણીએ બાનમાં લઈ રૂ.40 હજારની લૂંટ

Updated: Nov 26th, 2019

GS TEAM

Google News
Google News
ગલાલીયાવાડ ગામે બંદુકની અણીએ બાનમાં લઈ રૂ.40 હજારની લૂંટ 1 - image

દાહોદ  તા.26 નવેમ્બર 2019 મંગળવાર

દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ગામે ગતમધ્યરાત્રીના સમયે આઠ થી દશ જેટલા અજાણ્યા લુંટારૂઓએ એક ઘરમાં ત્રાટકી પરિવારજનોને બંદુકની અણીએ બાનમાં લઈ અંદાજે રૂ.40  હજારની સનસનાટી ભરી લુંટ ચલાવી અંધારાનો લાભ લઈ નાસી જતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

દાહોદ શહેર સહિત જિલ્લામાં દિનપ્રતિદિન ચોરી,લુંટફાટ વગેરે જેવા ગુન્હાઓમાં દિનપ્રતિદિન વધારો થતાં લોકોમાં ભયની લાગણી પેદા થઈ છે. દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ગામે ગતમધ્યરાત્રીના સમયે ગામમાં રહેતો એક પરિવાર ઘરમાં મીઠી નિંદર માણી રહ્યો હતો તે સમયે આઠ થી દશ જેટલા બંદુક તેમજ મારક હથિયારો સાથે આવ્યા હતા અને પરિવારને બંદુકની અણીએ બાનમાં લઈ મારી નાંખવાની ધમકી આપી હતી. 

લુંટારૃઓએ ઘરમાંથી તેમજ પરિવારજનોએ શરીરે પહેરેલ દાગીના મળી અંદાજે રૂ.40 હજાર ઉપરાંતની લુંટ ચલાવી ભાગી ગયા હતા. આ ઘટનાની જાણ દાહોદ તાલુકા પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈ તપાસનો શરૂકરી હતી.  

Tags :