Get The App

સાત આરોપીઓને છોડાવવા કતવારા પોલીસ ટીમ પર હુમલો

ધીંગાણુ મચાવનાર છ વિરૂધ્ધ રાયોટીંગનો ગુનો

Updated: Oct 19th, 2018

GS TEAM

Google News
Google News

દાહોદ તા.19,ઓક્ટોબર,2018,શુક્રવારસાત આરોપીઓને છોડાવવા કતવારા પોલીસ ટીમ પર હુમલો 1 - image

દાહોદ તાલુકાના કતવારા પોલિસ સ્ટેશન નજીક કતવારા નેશનલ હાઇવેના બસ સ્ટોપ પાસેથી પકડી પાડેલા સાત જેટલા આરોપી ઓને છોડાવી જવાના ઇરાદે અન્ય છ જેટલા ઇસમોએ પોલિસ સાથે ઝપાઝપી કરી પોલિસની કાયદેસરની ફરજમાં રૂકાવડ ઉભીકરી ધિંગાણુ મચાવ્યાનું જાણવા મળેલ છે.

દાહોદ તાલુકાના ભીટોડી ગામના કાળુભાઇ પીદીયાભાઇ મોહનીયા,નેવાભાઇ જીમાલભાઇ ગુડીયા,દેવચંદભાઇ જીમાલભાઇ ગુડીયા,બંને રહે ખેંગ,ઝરી ખુર્દ ગામના સોમાભાઇ પ્રેમાભાઇ ભુરા,પ્રતાપભાઇ પ્રેમાભાઇ ભુરીયા,રામુ ઉર્ફે રામસીંગભાઇ ગોહીલ,તથા લીમડાબરા ગામના મથુરભાઇ ધૂળીયાભાઇ મેડાને કોઇ ગુનાસર કતવારા પોલિસે કતવારા પોલિસ સ્ટેશન નજીક નેસનલ હાઇવે પર બસ સ્ટેન્ડ પાસે કોર્ડન કરી ધરપકડ કરી હતી તે વખતે ઉપરોકત સાતે જણાને પોલિસ સ્ટેસનમાં થી બળજબરીથી છોડાવી લઇ જવાના ઇરાદે ભેંગા થયેલા ધાનપુર તાલુકાના કાળાખૂટ ગામના સુરેશ જવસીંગભાઇ મિનામા નસીરપુર ગામના નિલેશભાઇ દિનેશભાઇ પરમાર,મગનભાઇ બિજલભાઇ કતીજા,મુકેશભાઇ રમેશભાઇ પરમાર,ગુમજીભાઇ ધનજીભાઇ પરમાર,તથા સીમલીયા ખુર્દ ગામના બળવંતભાઇ ચંદીયાભાઇ આમલીયાર,વગેરેએ એક સંપકરી કતવારા પોલિસની ટીમ પર હુમલો કરી પોલિસ સાથે ઝપાઝપી કરી તથા પોલિસના હાથે પકડાયેલા ઉપરોકત સાતે જણાએ પોલિસના હાથમાંથી છટકી જવાની કોશીશ કરી પોલિસની કાયદેસરની સરકારી ફરજમાં અડચણ ઉભીકરી ધિંગાણું મચાવ્યું હતું.

આ સંબંધે કતવારા પોલિસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

Tags :