દેવગઢ બારીઆના મકાનમાંથી ઝડપાયેલા પ્રોહિબિશનના બૂટલેગરને પલાસ જેલ ભુજ ખાતે મોકલાયો
-દારૂની હેરાફેરી કરતા બૂટલેરોમાં ફફડાટ
દાહોદ તા.26 સપ્ટેમ્બર 2019 ગુરૂવાર
દેવગઢ બારીઆ પોલિસ મથકમાં પ્રોહીના ગુન્હામાં સંડોવાયેલા એક બુટલેગરની અટકાયત કરી પગલાં લઇ બુટલેગરના તેના રહેણાંક મકાનમાંથી દેવગઢ બારીઆ પોલિસે ઝડપી પાડયો હતો.દાહોદ જિલ્લા પોલિસ અઘિક્ષક અને કલેક્ટર તથા મેજીસ્ટ્રેટની સુચનાથી બુટલેગરને પલાસ જેલ ભુજ ખાતે પાસા હેઠળ ધકેલી દેવાતા બુટલેગર આલમમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
દાહોદ જિલ્લા પોલિસ અધિક્ષક ,નાયબ પોલિસ અધિક્ષકે દારૂ અને જુગારની પ્રવૃતિ નેસ્તાબુદ કરવા આપેલી સુચના મુજબ પોલિસ દ્વારા પ્રયાસો ચાલુ કર્યા હતા .જેમાં દેવગઢ બારીઆ પોલિસ મથકે પ્રોહીના અનેક ગુન્હામાં સંડોવાયેલા બુટલેગર બળવંતભાઈ પારસીંગભાઈ કોળી પટેલ (રહે.કેલીયા, તા.દેવગઢ બારીઆ,દાહોદ) નો પર પ્રાંતિય બનાવટનો વિદેશી દારૃ બહારાથી મંગાવી વેચાણ કરતો હતો.
આ બાબતે દેવગઢ બારીઆ પોલિસે ઉપરોક્ત બુટલેગરના રહેણાંક મકાનમાંથી પોલિસે ઝડપી પાડયો હતો. આ બાદ અટકાયતી વિરૃધૃધ પાસા દરખાસ્ત તૈયાર કરી મહે.જિલ્લા પોલિસ અધિક્ષક મારફતે મહે.કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટનાઓએ પાસા દરખાસ્ત મોકલી આપતાં જે મંજુર થઈ આવતા ઉપરોક્ત બુટલેગર બળવંતભાઈ પારસીંગભાઈ કોળી પટેલે પલારા જેલ, ભુજ ખાતે જેલ હવાલે મોકલી આપ્યો હતો. આ પાસાની કાર્યવાહીથી દાહોદ જિલ્લામાં વિદેશી દારૃની હેરાફેરી તથા વિદેશી દારૃનો ધંધો કરતો બુટલેગરોમાં ફફડાટ સાથે ચકચાર મચી જવા પામ્યો છે.