ટેન્કર ચાલકે બ્રેક મારતા પાછળથી આવતી કાર અથડાતા એક વ્યક્તિનું મોત
-કારમાં બેઠેલા અન્ય બેનો બચાવ વધુ સારવાર્થે વડોદરા ખસેડાયા
લીમખેડા તા.2 જાન્યુઆરી 2020 રવીવાર
લીમખેડા તાલુકાનાં પોલીસીમત ગામ પાસે હાઇવે રસ્તા ઉપર ગત બપોરે પુરઝડપે દોડતા એક ટેન્કરનાં ચાલકે શોટ બ્રેક મારતા પાછળ ચાલતી મધ્યપ્રદેશનાં પરિવારની કાર ટેન્કર સાથે ભટકાતા સર્જાયેલા અકસ્માતમાં કારમાં સવાર માતા-પુત્રી અને જમાઇ સહિત ત્રણ વ્યક્તિને ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે દાહોદ જનરલ હોસ્પીટલમાં ખસેડાયા હતા. જે પૈકી માથામાં થયેલી ગંભીર ઇજાનાં કારણે માતાનું ટુકી સારવારમાં મોત નિપજ્યું હતું.
મધ્ય પ્રદેશનાં રતલામ ખાતે રહેતા તેજપાલસિંહ ગઇકાલે સવારમાં પોતાની સેલેરીયો ગાડીમાં તેની પત્ની નીના૭ીબા અને સાસુ ધીરજ કુવર બા હાલોલ ખાતે રહેતા તેના સાળા મયુરવિજયસિંહ વિજયસિંહ રાઉલજીનાં ઘરે મહેમાનગતિ માણવા માટે જવા નીકળ્યાં હતાં. તે દરમિયાન રસ્તામાં બપોરના સાડા બારેક વાગ્યાનાં સુમારે લીમખેડા નજીક દાહોદ-ગોધરા હાઇવે રસ્તા ઉપર પોલીસીમળી પાસે ગાડીની આગળ દોડતા ટેન્કરના ચાલકે શોટ બ્રેક મારી હતી.
જેને લઇ પાછળ ચાલતી સેલેરીયો ગાડી ટેન્કરની પાછળના ભાગે ધડાકા ભેર ભટકાઇ જતા અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલા આ અકસ્માતમાં સેલેરીયો ગાડીમાં સવાર તેજપાલસિંહને શરીરે તથા તેની પત્ની મીનાક્ષીબાને માથામાં તથા શરીરનાં ભાગે ઇજા થઇ હ તી. જ્યારે ધીરજકુવરબાને માથાનાં ભાગે ગંભીર પ્રકારની ઇજા થવાપામી હતી.
ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે દાહોદની જનરલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જે પૈકીની ધીરજકુવરબાનું માથામાં થયેલી ગંભીર ઇજાનાં કારણે ટુંકી સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત દંપતિ નામે તેજપાલસિંહ અને મીનાક્ષીબાને વધુ સારવાર અર્થે વડોદરા રીફર કર્યા હોવાનું જાણવા મળ્યું છે.આ બનાવ સંદર્ભે હાલોલનાં મયુરધ્વજસિંહ રાઉલજીએ આપેલી ફરિયાદનાં પગલે લીમખેડા પોલીસે ટેન્કરચાલક વિરૃધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.