Get The App

દાહોદ શહેરામાં જનતા કર્ફ્યુનું ચુસ્તપણે લોકો દ્વારા પાલન કરાયુંઃ જડબેસલાક બંધ

Updated: Mar 22nd, 2020

GS TEAM

Google News
Google News
દાહોદ શહેરામાં જનતા કર્ફ્યુનું ચુસ્તપણે લોકો દ્વારા પાલન કરાયુંઃ જડબેસલાક બંધ 1 - image

દાહોદ તા.22 માર્ચ 2020 રવીવાર

જનતા કર્ફ્યુનું દાહોદ શહેર સહિત જિલ્લામાં ચુસ્તપણે લોકો દ્વારા પાલન કર્યું હતુ. દાહોદ શહેર સવારથી જ જડબેસલાક બંધ રહેવા પામ્યું હતુ. રસ્તાઓ સુમસામ, શેરી મહોલ્લા સુમસામ, સોસાયટીઓ વિગેરે જેવા વિસ્તારોમાંં આજે લોકોએ જનતા કર્ફયુનું પાલન કરી કોરોના સામે લડત આપવા સહભાગી બન્યા હતા.

દાહોદ  જિલ્લામાં  જનતા કર્ફ્યુંનું પાલન કરતાં લોકો નજરે પડયા હતા. સવારથી જ લોકોએ પોતાના ઘરમાં જ રહેવાનો આગ્રહ રાખતા કોઈપણ વગર કામે ઘરની બહાર જવાનું ટાળતાં શહેર સહિત જિલ્લાના રસ્તાઓ સુમસામ નજરે પડયા હતા. બીજી તરફ શહેરના બજારો  સજ્જડ બંધ રહેતા માહોલ સંપુર્ણ પણે કર્ફ્યુંમાં ફેલાયો હતો. શહેરમાં ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત   ગોઠવી દેવામાં આવ્યો હતો.

 સરહદી વિસ્તાર એટલે કે, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી આદિવાસી ભાઈ - બહેનો દાહોદ ખાતે આવવા રવાના થયા હતા . શહેરના બસ સ્ટેશન તેમજ રેલ્વે સ્ટેશને  જનતા કફ્યુનો માહોલ જોવા મળ્યો હતો.પરપ્રાંતમાંથી આવેલ કેટલાક લોકો દાહોદ શહેરમાં અટવાયા હતા. રેલ્વે વ્યવહાર તેમજ વાહન વ્યવહાર ઠપ્પ રહેવા કારણે તેઓ પોતાના વતન ખાતે જવામાં અટવાયા હતા.શહેરમાં જ રોકાયા હતા.

કેટલાક સેવાભાવી સંગઠનો દ્વારા આવા મુસાફરોને ભોજનની  વ્યવસ્યા પુરી પાડી માનવ મહેકનું ઉમદુ ઉદાહરણ પુરૃ પાડયું હતુ. લોકોએ પોતાના જ ઘરમાં મનોરંજન સહિત ટીવી કાર્યક્રમો નીહાળી ભય મુક્ત રહેવાના પ્રયાસો કર્યા હતા અને આખો દિવસ ઘરમાં જ રહી જનતા કર્ફયુનું પાલન કરતાં જાવા મળ્યા હતા. 

Tags :