ઝાલોદના ઠુંઠીકંકાસીયા ગામે અજાણ્યા બાઇકની અડફેટે રાહદારીને ઇજા
દાહોદ તા .5 જુલાઇ 2019 શુક્રવાર
ઝાલોદ તાલુકાના ઠુંઠીકંકાસીયા ગામે એક અજાણ્યા બાઇક ચાલકે પોતાના બાઇક પુરઝડપે હંકારી લાવી રસ્તે ચાલતા જતા એક રાહદારીને અડફેટમાં લઈ ટક્કર મારી નાસી જતા રાહદારીને શરીરે ઈજા પહોંચ્યાનું જાણવા મળે છે.
ઝાલોદ તાલુકાના મોટીહાંડી ગામે રહેતા બળવંતભાઈ ટીટાભાઈ નિનામા ગત તા. ૩. ૭. ૧૯ ના રોજ ઝાલોદ તાલુકાના ઠુંઠીકંકાસીયા ગામેથી ચાલતા પસાર થઈ રહ્યા હતા. તે સમયે એક અજાણ્યા બાઇકચાલકે પોતાના બાઇક પુરઝડપે હંકારી લાવી રસ્તે ચાલતા જતા બળવંતભાઈ ટીટાભાઈ નિનામાને અડફેટમાં લઈ ટક્કર મારી નાસી જતા બળવંતભાઈ ટીટાભાઈ નિનામાને શરીરે ઈજા પહોંચી હતી.
આ સંબંધે ઝાલોદ તાલુકાના મોટીહાંડી ગામે રહેતા હરીશભાઈ ભરતભાઈ નિનામાએ ઝાલોદ પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.