દેવગઢબારીઆમાં ડેન્ગ્યૂથી મોત ઃ લોકોમાં ફફડાટ
દિનપ્રતિદિન ડેન્ગ્યુના કેસમાં વધારો નોંધાયા
દેવગઢબારીયા,તા.24,ઓક્ટોબર,2018,બુધવાર
દેવગઢબારીયા નગરનાં એક યુવકનું ડેન્ગ્યુના ભરવામાં આવતાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ. યુવકના મોતથી નગરજનોમાં ફફડાટ વ્યાપ્યો છે. ે
દેવગઢબારીયામાં પાણીની ટાંકી વિસ્તારમાં રહેતા મહેન્દ્રભાઈ બારીયા એક હપ્તા અગાઉ તાવની અસર જણાતા નગરની ખાનગી હોસ્પિટલમાં દવા સારવાર કરાવી હતી. જે પછી બ્લડના રીપોર્ટમાં ડેન્ગ્યુ પોઝિટીવ આવતાં તેનું ડેન્ગ્યુની સારવાર ચાલુ કરાઈ હતી. જયાં સારવાર દરમિયાન તેને ખેંચ આવતાં વધુ સારવાર અર્થે તેના પરિવારજનોએ વધુ સારવાર અર્થે વડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તા.૧૯-૧૦-૧૮થી સારવાર ચાલુ કરાઈ હતી. તેની હાલત નાજુક હોવાથી તેને આઈસીયુમાં રાખવામાં આવ્યા હતો. તા.૨૨-૧૦ના રોજ તબીબે તેના પરિવારજનોને બોલાવી મોત નિપજ્યુ હોવાનું જાહેર કર્યું