દાહોદના કાળીડેમ ખાતે નહાવા ગયેલા આઠ મિત્રો પૈકી એક યુવક પાણીમાં ગરકાવ
-ફાયરબ્રિગ્રેડ દ્વારા યુવકની શોધખોળ હાથ ધરી
દાહોદ, તા. 8 જુલાઇ 2019, સાેમવાર
દાહોદ તાલુકામાં આવેલા કાળીડેમ ખાતે ગતરોજ સાંજે આઠેક મિત્રો ડેમમાં ન્હાવા ગયા હતા .જે પૈકી એક યુવક ડેમના ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
ફાયરબ્રિગેડની ટિમ દ્વારા લાપત્તા યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. મોડી રાત્રી સુધી યુવકનો પત્તો નહીં લાગતા આજે વહેલી સવારથી યુવકની શોધખોળ માટે દાહોદ ફાયર તેમજ પોલિસ સ્થળ પર પહોંચી ગઈ છે .યુવકની શોધખોળ હાથ ધરી રહી છે.
દાહોદ શહેરમાં ગોદી રોડ વિસ્તારામાં રહેતા નિલેશ રામકૃપાલ કહાર અને તેની સાથે બીજા આઠેક મિત્રો ગતરોજ રવિવારે સાંજે દાહોદ તાલુકાના કાળીડેમ ખાતે ફરવા ગયા હતા.
દરમ્યાન તમામ મિત્રો કાળીડેમમાં ન્હાવા પણ ઉતર્યા હતા. ન્હાવા ઉતર્યા બાદ સૌ કોઈ મિત્રો બહાર આવ્યા હતા પરંતુ નિલેશ રામકૃપાલ કહાર નજરે ન પડતા તેના મિત્રોએ તેની ભારે શોધખોળ હાથ ધરી હતી પરંતુ તે છતાં નિલેશ રામકૃપાલ કહારનો કોઈ પત્તો લાગ્યો ન હતો.
મળતી માહિતી મુજબ આ મિત્રો ડરીને કોઈને કંઈપણ કહ્યા વગર સ્થળ પરથી નીકળી ગયા હતા.
જ્યારે આ બાબતની જાણ નિલેશના પરિવારજનોને થતાં તેઓ તાબડતોડ કાળીડેમ ખાતે આવી પહોંચ્યા હતા .
બાદમાં પોલિસ તેમજ ફાયર બ્રિગેડના લાશ્કરોને પણ કરવામાં આવતા તમામ સ્થળ પર પહોંચી ગયા હતા.
યુવકની મોડી રાત્રીના ૧૧ વાગ્યા સુધી ડેમના પાણીમાં તેમજ આજુબાજુ નિલેશની શોધખોળ કરવામાં આવી હતી.પરંતુ ત્યાર બાદ પણ નિલેશનો કોઈ પત્તો લાગ્યો ન હતો .
આજે વહેલી સવારથી પોલિસ તેમજ ફાયર બ્રિગેડના લાશ્કરો કાળીડેમ ખાતે પહોંચી ગયા છે .હાલ નિલેશની શોખખોળ ચાલી રહી છે.
કાલી ડેમ માં ડૂબેલો દાહોદનો યુવાન નામ નિલેશ કહાર અત્રેની સ્ટેશન રોડ પર આવેલી રેડીમેડ ગારમેન્ટ ની દુકાનમાં કામ કરતો હતો