નાનસલાઇ ગામે બે ટેમ્પા સામસામે ટકરાંતા એક ટેમ્પા ચાલકનું મોત
-પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
દાહોદ તા.23 નવેમ્બર ,2018, શુક્રવાર
ઝાલોદ તાલુકાના નાનસલાઈ ગામે સામસામે બે ટેમ્પા અથડાતા એક ટેમ્પાના ચાલકને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.
તેને વધુ સારવાર અર્થે વડોદરા ખાતે ખસેડવામાં આવતા રસ્તામાં જ તેની મોત નીપજ્યાનું જાણવા મળે છે.
ઝાલોદ તાલુકાના નાનસલાઈ ગામે ગૌશાળા નજીકના રસ્તા ખાતેથી એક ટેમ્પાના ચાલકે પોતાના કબજાનો ટેમ્પો પુરઝડપે હંકારી લઈ આવી સામેથી આવતા બીજા એક ટેમ્પા સાથે અથડાયાે હતાે.
ટેમ્પાના ચાલક રામાકૃષ્ણ ઉતિરામ તેવરને શરીરે,હાથે,પગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજા થતા તેઓને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
પરંતુ જ્યા ઈજા ગંભીરતાની ધ્યાને રાખી તબીબોએ વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવાની સુચનો કરતા તેઓને વડોદરા ખાતે વધુ સારવાર અર્થે લઈ જવાતા રસ્તામાં જ રામાકૃષ્ણ ઉતિરામ તેવરનું મોત નીપજ્યુ હતુ.
આ સંદર્ભે ઝાલોદ નગરમાં કસ્બા વિસ્તારમાં રહેતા અમજતખાન ઈસરારખાન પઠાણે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નાધાવતા પોલીસે ગુનો નાધી તપાસ હાથ ધરી છે.