દાહોદના થાળા ગામે મધરાત્રે ચોરીની કોશિશઃએકની ધરપકડ
-અન્ય બે ફરાર,લીમડી પોલીસ દ્વારા તપાસ
દાહોદ તા.3 નવેમ્બર 2019 રવીવાર
ઝાલોદ તાલુકાના થાળા ગામે રાત્રીના સમયે મીઠી નિંદર માણી રહેલા એક વ્યક્તિના હાથમાંથી ત્રણ જેટલા શખ્સો ચાંદીના ભોરીયાની ચોરી કરવાની કોશિષ કરતાં વ્યક્તિ જાગી ગયો હતો અને બુમાબુમ કરી મુકતા ઘરના સદસ્યોએ ચોરોનો પીછો કરતાં ત્રણ પૈકી એકને લોકોએ ઝડપી પાડયો હતો.
ઝાલોદ તાલુકાના થાળા સડક ફળિયામાં રહેતા કમલેશભાઈ મોતીભાઈ ડામોર તથા તેમનો પરિવાર ગત તા. 2 ના રોજ રાત્રીના સમયે જમી પરવારી પોતાના ઘરમાં મીઠી નિંદર માણી રહ્યા હતા .તે સમયે રાત્રીના 2ઃ30 કલાકે દીપાભાઈ દલજીભાઈ માવી (રહે.જાદાખેરીયા, તા.લીમખેડા,જી.દાહોદ), આપસીંગભાઈ કલજીભાઈ માવી (રહે. જાદાખેરીયા, તા.લીમખેડા,જી.દાહોદ) અને કિશનભાઈ મનુભાઈ પરમાર (રહે.થાળા,તા.ઝાલોદ,જી.દાહોદ) કમલેશભાઈના ઘરે ચોરીના ઈરાદે આવ્યા હતા જ્યા કમલેશભાઈ સુતા હતા .
તે સમયે તેઓ હાથમાં પહેરેલ ચાંદીના ભોરીયા કાઢી લઈ ચોરી કરવાનો પ્રયાસ કરતાં કમલેશભાઈ મોતીભાઈ ડામોર જાગી જતાં બુમાબુમ કરી મુકતા પરિવારજનો સહિત આજબાજુના લોકો પણ જાગી જતાં ઉપરોક્ત ત્રણેય ચોરોનો પીછો કર્યો હતો.
ચોરો ભાગતા ભાગતા પથૃથર મારો કરતાં બચુભાઈધુળાભાઈ નીસરતાને પગના ભાગે ઈજા પહોંચી હતી જ્યારે ત્રણેય ચોરોનો પીછો કરતાં ઉપરોક્ત ત્રણ પૈકી દીપાભાઈ દલજીભાઈ માવી સ્થાનિકાેના હાથે પકડાઈ ગયો હતો.આ સંબંધે કમલેશભાઈ મોતીભાઈ ડામોરે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.