દાહોદમાં ત્રીજા દિવસે યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યો
દાહોદ તા.25 જુન 2020 ગુરૂવાર
દાહોદમાં આજે સતત ત્રીજા દિવસે કોરોના દર્દીનો સમાવેશ થતાં આજનો વધુ એક દર્દીનો ઉમેરો થયો છે.જેમાં એક દર્દી દેવગઢ બારીઆ તાલુકાના કૂવાબૈણા ગામનો હોવાનું જાણવા મળે છે.
પટેલ ધીરજભાઈ (ઉ.વ.૩૦,રહે.કૂવાબૈણા, જુના ફળિયા,દેવ.બારીઆ) તા.૧૩ જૂનના રોજ અમદાવાદથી દાહોદ આવ્યો હતો.આ બાબતની જાણ દાહોદ આરોગ્ય વિભાગને થતાં તેઓ આ યુવકને ખોડલ ક્વોરેન્ટાઇન કર્યો હતો.આજરોજ યુવકનો કોરોના રીપોર્ટ આરોગ્ય તંત્ર પાસે આવતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
દેવગઢ બારીઆ તાલુકાના કૂવાબૈણા ગામે જુના ફળિયા ખાતે આરોગ્ય તંત્રની ટીમ સેનેટરાઈઝરની કામગીરીમાં જોતરાયેલા છે.આ યુવકના સંપર્કમાં કોણ કોણ આવ્યું હતું. આ બાબતની તપાસનું ડ્રેસિંગ આરોગ્ય તંત્રે હાથ ધર્યું છે.આમ દાહોદ જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંકડો ૪૯ રહેવા પામ્યો છે અને એક્ટિવ કેસની સંખ્યા ૭ સુધી પહોંચી ગઈ છે.