દાહોદ જિલ્લાના સંજેલીમાં સ્વચ્છતા અભિયાનની વાતો માત્ર કાગળ પર
-પ્રાથમિક શાળા પાસે ગટરના ગંદા પાણી ભરાતા બાળકોના આરોગ્ય સાથે ચેડા
દાહોદ તા.15 ઓક્ટાેબર 2019 મંગળવાર
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં સફાઈ અને સ્વચ્છતા અભિયાનની માત્રને માત્ર વાતો ઓન ઓન પેપર કરીને માત્ર વખણે છે. આશા રાખનારાઓ ,હકિકત મા સંજેલી તાલુકા મથકે ઠેર ઠેર ગંદકીના ઢગલાઓ જોવા મળી રહ્યા છે .ગટરોની પૂરતી વ્યવસૃથા નથી .સ્વચ્છતા અભિયાનના કચરા પેટીઓ એક પણ નથી .આંગણવાડી અને પ્રાથમિક શાળા પાસે ગટરના ગંદા પાણી અને ગંદકીના ઢગલાને કારણે નાના ભૂલકાઓનું આરોગ્યને હાનિકારક છેલ્લા બે વર્ષાથી તાલુકા જિલ્લા તેમજ ગ્રામ પંચાયતને રજૂઆત છતાં યોગ્ય નિકાલ કરાતો નથી.
સમગ્ર રાજ્યમાં દાહોદ જિલ્લો સ્વચ્છતા અભિયાનમાં નંબર આવ્યો છે. જિલ્લામાં છેવાડાના તાલુકા મથકે સ્વચ્છતા અભિયાન બાબતે તંત્રની બેદરકારીને કારણે નગરમાં એક પણ કચરા પેટી મુકવામાં આવી નથી. હાલમાં એક પણ જાહેર શૌચાલય નથી .તેમજ ગટરોની પૂરતી વ્યવસૃથાના અભાવને કારણે ગટરોના પાણી માંડલી ચોકડી પર આવેલી પ્રાથમિક શાળા અને આંગણવાડી કેન્દ્રને પાસે ભરાતાં ગંદકીના કારણે શાળાને આંગણવાડી કેન્દ્રમાં અભ્યાસ કરતા નાના ભૂલકાઓને આરોગ્ય સાથે ચેડા થઇ રહ્યા છે .
છેલ્લા બે વર્ષાથી યોજાયેલી તમામ ગ્રામપંચાયતોમા તેમજ તાલુકા પંચાયતને વારંવાર લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા આ બાબતે કોઇ પણ જાતનું ધ્યાન અપાતું નથી .
હાલ વાલીઓ દ્વારા બાળકોને આંગણવાડી કેન્દ્રમાં મોકલવામાં આવતા નથી . જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંજેલી નગરમાં સ્વચ્છતા બાબતે યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરી અને સંજેલી નગરમાં ગટરોની પૂરતી વ્યવસૃથા કરી યોગ્ય નિકાલ કરવામાં આવે તે જરૂરી છે. સ્વચ્છતા માટે ડસ્ટબીન મુકવામાં આવે અને જાહેર શૌચાલયો બનાવવામાં આવે જેથી સંજેલી નગરમાં સ્વચ્છતા અભિયાન જોવા મળે.